હાર્દિક પટેલના ઉપવાસ હજુ જારી : મળવા વાળાની ભીડ જામી

અમદાવાદ : ખેડુતોની દેવા માફી અને પાટીદારો માટે અનામતની માંગ કરીને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પોતાની માંગને લઇને મકક્મ બનેલો છે. તેની સારવાર હાલમાં ચાલી રહી છે. સોલા સિવિલમાં સાત કલાક સુધી સારવાર લીધા બાદ તેને એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેના સોનાગ્રાફી, યુરિન અને બ્લડ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ પર જુદા જુદા ટેસ્ટને લઇને પાસના લોકો સાવધાન થયેલા છે. જુદા જુદા ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આજે ૧૫માં દિવસે તેના અનશન જારી રહ્યા હતા. હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી. અગાઉ ગઇકાલે હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને એમઆઇસીયુ વોર્ડમાં બેડ નં-૩ પર તેની અરજન્ટ સારવાર શરૂ કરવામાં આવી હતી.