હાર્દિકને હવે એનસીપીનો ટેકો

હાર્દિકે માનવાધિકાર પંચને લખ્યો પત્ર : સમર્થકોને ચા-પાણી-નાસ્તો ન અપાતો હોવાનો કર્યો ઉલ્લેખ

 

પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફુલ્લ પટેલ મળવા પહોંચ્યા

 

અમદાવાદ : ખેડુતોને દેવા માફી તથા અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દીવસ છે અને ગત રોજ ર૮ જેટલા ધારાસભ્યોએ મુલાકાત લીધા બાદ પશ્ચીમ બંગાળના ટીએમસી-મમતા બેનરજીના ટેકા બાદ હવે એનસીપીએ પણ સમર્થન જાહેર કર્યુ છે અને આજ રોજ ચોથા દીવસે એનસીપીના પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલ હાર્દિક પટેલની છાવણીમાં રૂબરૂમાં મુલાકાત કરી હતી. અગાઉ આરજેડી, ટીએમસી, કોંગ્રેસના ધારાસભ્યો અને હવે એનસીપી પર હવે હાર્દિકના સમર્થનમાં આવી જવા પામી ગયા છે.