હાર્દિકના કામલીલા-કાંડથી ગુજરાતમાં રાજકીય ગરમાવો

હાર્દિકના કથીત અશ્લીલ વધુ વીડીયો શોશ્યલ મીડીયામાં વાયરલ થતા હડકંપ : પાટીદાર સંકલન સમીતી દ્વારા હાર્દિકના વલણને વખોડયો : અમદાવાદ-ગાંધીનગરમાં હાર્દીકના વિરોધમાં ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી : કોંગ્રેસ હજુ’ય હાર્દિકના બચાવમાં : હાર્દિકની વોટબેંકને કામલીલાના વીડીયોથી પડશે ધક્કો : છીછરી રાજનીતીથી અમે હમેશા દુર જ રહીએ છીએ : ભાજપ

હાર્દિકનો જ મીડીયા મેળવે ખુલાસો : અશોક ગેહલોત
ગાંધીનગર : હાર્દીક પટેલના વાયરલ થતા વીડીયો મામલે કોંગ્રેસ દ્વારા હાથ ઉંચા કરી લેવામા આવ્યા છે. કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત દ્વારા કહેવામા આવ્યુ છે કે, હાર્દીકે તેની વીડીયોઆવશે તેવી વાત પહેલા જ કરી હતી તેમ કહી અને આ કામલીલાની ઘટનાથી પલ્લો જાડી લીધો હતો. અને કહ્યુ કે આ હાર્દીકનો વ્યકિતગ મુદો છે અને તે અગે પુરાવાની રાહ જાવી જાઈએ તથા વધુ તો હાર્દિકથી જ આ બાબતે મીડીયાએ જવાબ લેવો જાઈએ તેમ કહ્યુ હતુ.

 

હાર્દિક સામે ભભુકયો રોષ : ઠેર-ઠેર કરાયા પુતળાદહન
ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દીક પટેલની કથિત કામલીલાના એક પછી એક વીડીયો વાયરલ થવા પામી રહ્યા છે ત્યારે આજે હવે તેની સામે રોષ પણ ભભુકી રહ્યો છે અને ઠેર-ઠેર હાર્દીકના પુતળાદહન કરવામા આવી રહ્યા છે.

 

ગાંધીનગર : પાસ કન્વીનર હાર્દિક પટેલની કથીત કામલીલાનો ગત રેજ પર્દાફાશ થવા પામ્યા બાદ આજ રોજ વધુ કેટલાક કથિત કામલીલાના વીડીયો શોશ્યલ મીડીયામાં વાયરલ કરવામા આવ્યા હોવાથી પાટીદાર સમાજમાં પણ હાર્દીક સામે રોષ ફેલાવવા પામી રહ્યો છે. આજ રોજ જાહેર કરેલા વીડીયોમાં એક યુવતી અને અન્ય ત્રણ યુવકો દ્રશ્યમાન થવા પામી રહ્યા છે. આ ચાર વીડીયો વાયરલ થતાની સાથે જ ગુજરાતની રાજનીતીમાં વધુ એક ખળભળાટ મચી જવા પામી ગયો છે. એકંદરે ગુજરાતમાં હાર્દીકની કથિત કામલીલાનો રાજકીય ગરમાવો વ્યાપી જવા પામી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ વીડીયો ભાજપ પ્રેરીત હોવાની વાત કરવામા આવી છે જયારે ગત રેજ બીજીતરફ વીડીયો વાયરલ કરનારો ખુલ્લીને હાર્દીકને ૯૬ કલાકનુ અલ્ટીમેટમ અપાયુ છે. તો વળી કોંગ્રેસ સતત હાર્દિકના બચાવમાં રહી છે.એકંદરે હાર્દિકની કથિત કામલીલાથી ગુજરાતમાં રાજનીતી તેજ બની જવા પામી ગઈ છે.
ર૧/૫/ર૦૧૭ના સમાજસેવાના નામે હાર્દિક પટેલ દ્વારા મુંડન કરવામા આવ્યુ હતુ અને તેજ સમય હોટેલમાં હાર્દીક પટેલ ત્રણ યુવક અને એક યુવતી સાથે હોટેલના રૂમમાં દેખાતો હોવાનો વીડીયો આજ રોજ વાયરલ કરવામા આવ્યો હોવાથી હડકંપ મચી જવા પામ્યો છે. હાર્દિક પટેલના વધુ વીડીયો વાયરલની સાથે જ પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.તો બીજીતરફ કોંગ્રેસ દ્વારા હજુય હાર્દિકનો બચાવ જ કરવામા આવી રહ્યો છે. આજે જાહેર થયેલા વીડીયોને પગલે પાટીદાર સંકલન સમીતી દ્વારા આગામી દીવસોમાં અમદાવાદ-ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. સંકલન સમીતી દ્વારા કહેવાયુ હતુ કે, અનામતનો મુદો નથી ભાજપને હરાવવાની વાત થાય છે હાર્દીક સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે. તો વળી કોંગ્રેસના પ્રવકતા હિમાંશુભાઈએ આ બાબતે પ્રતીક્રીયાઓ આપતા કહ્યુ હતુ કે, હું મારા સ્ટેટમેન્ટ પર કાયમ છું. માત્ર હાર્દિકના નહી પરંતુ મારા આવશે અને કોંગ્રેસના નેતાઓના પણ વીડીયો આવશે. આ ભાજપની ગદી રાજનીતી છે. ભાજપ તેના જ નેતાઓની સીડી બનાવી ચૂકી છે. ભાજપની હલ્કી રાજનીતીનો દ્રષ્ટાંત છે. બીજીતરફ ભાજપ વતીથી પણ પ્રતિક્રીયા આપી અને કહેવાયુ છે કે ભાજપ આવી છીછરા રાજકારણમાં માનતી જ નથી.