હાફીઝનો ફરી બફાટ : ભારત વિરૂદ્ધ ઓકયું ઝેર

પાકીસ્તાનમાં રેલી યોજી નાપાક આતંકી આક્કાએ કહ્યુ..ભારતને એશીયાનુ સુપરપાવર બનવા નહી દેવાય..

 

ઈસ્લામાબાદ : ભારત અને અમેરીકા દ્વારા વ્યુહાત્મક રીતે દબાણ વધારવામા આવતા હવે પાકીસ્તાનનો નાપાક આતંકી આક્કા વધારે રઘવાયો બની જવા પામી ગયો હોવાના સમાન અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હાફીઝ સઈદ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને તે રેલીને હાફીજ દ્વારા સંબોધન કર અને ભારત વિરૂદ્ધ ફરી ઝેર ઓકી અને બફાટ કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. હાફીજે કહ્યુ છે કે, ભારતને એશીયાનું સુપરપાવર નહી બનવા દેખાય તેમ કહી અને જાણે કે અમેરીકાની ચેતવણીની કોઈ જ અસર પાકીસ્તાન પર થવા પામી ન હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે.