હાફીઝનું નવુ આતંકી કારસ્તાન

લાહોરઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદે આ વર્ષે પાકિસ્તાનની સાર્વત્રિક ચૂંટણી પર નજર રાખીને જેયુડીના રાજકીય મોરચા મિલિ મુસ્લિમ લીગ માટે પ્રચાર શરૂ કર્યો હતો. ગયા મહિને અમેરિકાએ મિલિ મુસ્લિમ લીગ(એમએમએલ)ને વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાવતાં કહ્યું હતું કે પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના સભ્યોએ એમએમએલના નેતા નક્કી કર્યો છે અને કથિત પક્ષે ખુલ્લેઆમ ચૂંટણીના બૅનર્સ અને સાહિત્યમાં સાઈદની
પસંદગીનું નિદર્શન કરી રહ્યા છે.
એમએમએલની પાકિસ્તાન ચૂંટણી પંચે (ઈસીપી) હજુ સુધી રાજકીય પક્ષ તરીકે નોંધણી કરી નથી. સઈદે હારૂનાબાદમાં એમએમએલની પહેલી રેલી યોજીને રેલીમાં સહભાગી થયેલાઓને એમએમએલને મત આપવાની અને પ્રચાર કરવાનું જણાવ્યું હતું.
ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ મોહમ્મદ ઝિયા-ઉલ-હકનો પુત્ર ઈજાઝુલ હસન પણ રેલીમાં હાજર હતો. સઈદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના દુશ્મનો દેશમાં સંસ્થાઓ વચ્ચે એકબીજા સાથે અથડામણ ઊભી કરવા માગે છે જેથી તેની દુષ્ટ મુરાદો બર આવી શકે. તેમના(દુશ્મન)ના એજન્ડાને નાકામ બનાવવા
આપણે સંગઠિત રહેવું જોઈએ.
સઈદે પાકિસ્તાની સરકારને ભારત પ્રત્યેની નીતિ બદલવાની વિનંતિ કરી હતી. એમએમએલની અગ્રતા વિશે એલઈટીના સ્થાપકે જણાવ્યું હતું કે ‘એમએલએલ દેશને આર્થિક રીતે સધ્ધર બનાવવા માગે છે. પાકિસ્તાનના કાયદે આઝમના સબળ અને સમૃદ્ધ પાકિસ્તાનના વિઝનને અનુસરવું રહ્યું.’