હાફિઝ સઇદની પાક.ને ધમકી દમ હોય તો મારી ધરપકડ કરો કાશ્મીર માટે તો લડીશ

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે. હાફિઝે કહ્યું કે. પાકિસ્તાન સરકારમાં દમ હોય તો મારી ધરપકડ કરીને બતાવે. કાશ્મીરના લોકો માટે લડાઈ લડવાનું બંધ કરવામાં નહીં આવે.હાફિઝ સઈદે આ પ્રકારનું નિવેદન સોમવારે એક રેલીમાં આપ્યું હતું. રેલીમાં હાફિઝે કહ્યું પાકિસ્તાન સરકાર મારી ધરપકડ કરવા માગે છે. પરંતુ ૨૦૧૮માં કાશ્મીરના લોકોને આઝાદી અપાવવા માટે અવાજ બંધ કરવામાં નહીં આવે. હાફિઝે ભારત અને અમેરિકા પર નિશાન સાધતા કહ્યું તે બન્ને દેશના દબાણના કારણે મીડિયા કવરેજ પર પાકિસ્તાન સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
ગત્ત વર્ષે નવેમ્બર મહિનામાં હાફિઝને પાકિસ્તાન સરકારે નજર કેદમાંથી મુક્ત કર્યો હતો. જે બાદ તેણે રાજનીતિમાં આવવાનું એલાન કર્યું હતું. હાફિઝની જાહેરાત બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાન સરકારને ચેતવણી પણ આપી હતી.