હાજીપીરમાં અર્ચન કંપનીમાં ટ્રક નીચે આવી જતા યુવાનનું મોત

The imaginary basketball arena is modelled and rendered.

ટ્રક ખરાબ થઈ જતા ચેક કરવા નીચે ઉતર્યા બાદ અચાનક ટ્રક ચાલુ થઈ જતા બન્યો બનાવ

ભુજ : તાલુકાના હાજીપીરમાં આવેલી અર્ચન કંપનીમાં અકસ્માતે ટ્રક ચાલકનું મોત નીપજયું હતું. ટ્રક નીચે ચેક કરવા જતા ટ્રક ચાલુ થઈ જતા યુવાન ટાયર નીચે આવી જતા મોતને ભેટ્યો હતો.નરા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ આ અકસ્માતમાં નખત્રાણાના ટોડિયામાં રહેતા બેચરભાઈ રવજીભાઈ વણકર (ઉ.વ.૩૮)નું મોત નીપજયું હતું. હતભાગી પોતાના કબજાની ટ્રકમાં હાજીપીર પાસે આવેલ અર્ચન કંપનીમાં મીઠું ભરવા જતો હતો. દરમ્યાન અચાનક ટ્રક અચાનક ખરાબ થઈ જતા તે નીચે ઉતરીને ચેક કરતો અને એકાએક ટ્રક ચાલુ થઈને આગળ જતા હતભાગી ટાયર નીચે આવી ગયો હતો. બનાવ બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજયું હતું. ઘટનાને પગલે નરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધતા પીએસઆઈ એ. એસ. પરમારે આગળની તપાસ હાથ ધરી છે.