હાઈજેક ચીઠ્ઠી કેસની તપાસમાં એનઆઈએ જોતરાયું

ધમકી આપનાર બીરજુને લઈ પોલીસ મુબંઈમાં આદર્યુ સર્ચ ઓપરેશન

મુંબઈ ઃ જેટની ફલાઈટમાં ધમકીભર્યા પત્રના મામલે તપાસ તેજ બની જવા પામી ગઈ છે. આ પ્રકરણની તપાસમાં એનઆઈએ દ્વારા પણ ઝંપલાવી દેવામા આવ્યુ છે. અને આ પત્રની ખરાઈ કરવા માટે ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ઉપરાંત પોલીસ ધમકી આપનારા બીરજુ નામના શખ્સને મુંબઈ ઝવેરીબજારમાં તેની ઓફસ અને ઘરમાં સર્ચ માટે લઈ ગયેલ છે.