હાઈકોર્ટનો આદેશઃ વીમા કંપનીઓએ કોરોનાના દર્દીનું બિલ ૧ કલાકમાં મંજૂર કરવું

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,હાઈકોર્ટે કહ્યુ કે વીમા કંપની બિલોને મંજૂરી આપવા માટે ૬-૭ કલાક ન લઈ શકે. કેમ કે આનાથી હોસ્પિટલોમાંથી દર્દીના ડિસ્ચાર્જમાં મોડુ થાય છે અને બેડની જરુરિયાત વાળા લોકોને રાહ જોવી પડે છે. જજ પ્રતિભા એમ સિંહે ચેતવણની આપતા કહ્યુ કે જો કોર્ટને કોઈ વીમા કંપની અથવા થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર(ટીપીએ) પ્રોસેસિંગ ઈન્શ્યોરન્સ કલેમના બિલ કિલયર કરવા માટે ૬-૭ કલાકનો સમય લેતા હોવાની જાણકારી મળે છે તો તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે.તેમણે પોતાના આદેશમાં કહ્યુ કે વીમા કંપનીઓ અથવા ટીપીએની હોસ્પિટલોમાં અરજી મળ્યા બાદ બિલોને મંજૂરી આપવામાં ૩૦ થી ૬૦ મિનિટથી વધારે સમય ન લગાવવો જોઈએ. કોર્ટે વીમા નિયામક આઈઆરડીએઆઈને આ સંબંધમાં નિર્દેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે હોસ્પિટલ મેનેજમેન્ટને નિર્દેશ આપ્યો છે કે તે દર્દીના ડિસ્ચાર્જ થયાની રાહ જોયા વગર નવા દર્દીની ભરતી પ્રક્રિયા જારી રાખે જેથી દર્દીના બેડ ખાલી કરતા નવા દર્દીને બેડ મળી શકે. આનાથી લાંબા સમય સુધી બેડ ખાલી ન રાખી શકાય. આવો જ આદેશ જજ વિપિન સાંધી તથા ન્યાયમૂર્તિ રેખા પલ્લીની બેંચે અલગ અલગ મામલાની સુનવણી દરમિયાન આપ્યો છે.
બેંચે વીમા કંપનીઓ અને ટીપીએને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે કે બિલોને મંજૂરી આપવામાં લાગેલા સમયને ઓછો કરવામાં આવે કેમ કે કોવિડ સંક્રમણોમાં ભારે વૃદ્ઘિ દરમિયાન બેડની રાહમાં હોસ્પિટલની બહાર લાંબી લાઈનો લાગી છે. બેંચે કહ્યુ કે હોસ્પિટલોમાં દર્દીઓના ડિસ્ચાર્જમાં મોડું થવા પર જરૂરીયાત મંદોને દાખલ થવામાં મોડુ થાય છે અને દર્દી હેરાન થાય છે.કોર્ટે આ નિર્દેશ એ તર્ક પર આપ્યો કે વીમા કંપની તથા ટીપીએ બિલોની ચૂકવણીમાં મોડેથી મંજૂરી આપી રહી છે. એ કારણે હોસ્પિટલમાં પ્રશાસન મજબૂરીમાં ૮ થી ૧૦ કલાક સુધી દર્દીઓને બેડ પર રાખે છે. અને જરુરીયાદમંદો બેડ મેળવવાથી બાકાત રહે છે. રાજધાનીમાં ઓકિસજનની અછતને લઈને પ્રમુખ રુતે સુનવણી થઈ.