હવે રાજકોટમાં દુષ્કર્મ કેસ : ૯વર્ષની સગીરા પર બળાત્કાર

રાજકેાટ : કઠુઆ અને સુરત બાદ હવે રાજકોટમાં પણ સગીરાની સાથે દુષ્કર્મ આચરવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકોટમાં નવ વર્ષની બાળકીને એક પાડોશી દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાથી રોષ જાગ્યો છે. વિધવા માતાએ આ બાબતની ફરીયાદ નોંધાવી છે. આ આરોપી પોલીસની ગીરફતમાં આવી ગયો છે. આમ દિકરીના દુશમને કડક સજા થાય તેમ પ્રજામાં લાગણી વ્યકત છે. આરોપી મુરલી કાળુભાઈ ભરવાડ, ઉ.વ.રરનો છે જેને કડક સજા કરવાની માંગ કરાઈ છે.