હવે મોંંઘવારીનો પણ દેખાશે વિકાસ : રાહુલ ગાંધી

નવી દીલ્હી : કોરોનાના કેસમાં તબક્કાવાર ઘટાડો નોધાઈ રહ્યો છે ત્યારે વિવિધ રાજયોમાં અનલોક થવા પામી રહ્યુ છે. દરમ્યાન જ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા આજ રોજ સરકાર પર શાબ્દીક પ્રહાર કરવામાં આવ્યો છે અને કહેવાયુ છે કે, અનલોક થવા પામી રહ્યુ છે. હવે આ રાજયોમંા મહામારી દરમ્યાન પણ ટેક્ષના ભારણો અને માંઘવારીના મારનો વિકાસ પણ જાેવા મળી આવશે. રાહુલ ગાંધીએ ખાસ કરીને પેટ્રોલના ભાવ મુદ્દે સરકારને આડે હાથ લીધા અને કહ્યુ છે કે, પેટ્રોલના બીલ જયારે આમપ્રજા ચુકવશે ત્યારે તેઓને મોદીજીની મોંઘવારીનો વિકાસ પણ ખબર પડી જશે. હવે મોઘંવારીમાં ટેક્ષ વસુલાતની લહેરની માર પણ સતત આવતી જ રહેશે તેમ કહી અને રાહુલ ગાંધીએ સરકારને આડેહાથ લીધી છે.