હવે બાયોડિજલ પર કચ્છમાં જીએસટી-જીપીસીબીને ત્રાટકવામાં શુભમુર્હૂતની ઈંતેજારી છે કે શું?

  • સરકારની કડકાઈ બાદ પોલીસતંત્રએ લાજ-શરમ છોડી..!

પૂર્વથી લઈ અને પશ્ચીમ કચ્છમાં ઠેર ઠેરથી બાયોડીજલના જથ્થા પકડાયા છે, વાહનો અને શખ્સો દબોચાયા છે, આ માલ બનતો કયા હતો? કયાંથી આવતો હતો? તેમાં જીએસટી કેટલી ભરાઈ છે? પ્રદુષણ ફેલાવનારા આ મીક્ષ ઓઈલના મુદ્દે ગુજરાત પ્રદુષણ બોર્ડ કચ્છ એકમ કેમ અંધારામાં?

જીએસટીની જિલ્લા બહારની ટીમો દરોડા પાડે તો બાયોડિજલમાં મિક્ષ વેપલાઓમાં સરકારને કરોડની કરચોરીનો થાય પર્દાફાશ

ગાંધીધામ : બાયોડિજલના નામે મિક્ષ ઓઈલના વેપલાના રાજયવ્યાપી વકરેલા દુષણને ડામવાને માટે વિજયભાઈ રૂપાણીની સરકારે ધોક્કો પછાડતા અને લાલ આંખ કરતા જાણે કે એકાએક જ કચ્છમાં પણ પોલીસતંત્ર ઉંઘમાથી સફાળુ જાગ્યુ હોય અથવા તો લાજ શરમ કઈક છોડી હોય તેવી રીતે રેાજ બરોજના એકાદ-બે જગ્યાએ બાયોડિજલના શંકાસ્પદ ઝથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. જો કે, હજુય આ કાર્યવાહીમાં જોઈએ તેવી સ્ફુર્તિ તો દરોડા થઈ ગયા બાદ પણ નથી દેખાતી પરંતુ ખૈર, આજ રોજ બાયોડિજલના મીક્ષના વેપલાઓને લઈને જે સુચક વાત કરવાની છે તે અનુસાર કચ્છમાં પોલીસે તો આળસ મરડી અને દરોડાનો દોર આરંભી દીધો છે પરંતુ બોયોડિજલના ઝડપાતા આ શંકાસ્પદ જથ્થાઓને લઈને સરકારની તિજોરીને જે કરોડોની કરચોરીનો ફટકો પાડવામા આવી રહ્યો છે તે સબબ કેમ કોઈ જ કાર્યવાહી થતી જોવા મળતી નથી.? આવુ કેમ?કચ્છમાં જે બાયોડિજલ રોજ બરોજ શંકાસ્પદ રીતે પકડાયા છે તે જથ્થો કયાથી લવાયો હતો? કોને આપવાનો હતો? કયાં બનાવાયો હતો? આ તમામની જો તપાસ કરવામાં આવે તો કરોડોની કરચોરી પણ અહી પકડાઈ શકે તેમ છે. કચ્છમાં પણ સીજીએસટી તથા વેટ સ્ટેટ વિભાગની કચેરીઓ પણ કાર્યરત છે. કેમ આ કચેરીઓ હરકતમા નથી આવતી? જીએસટીની ટીમો કચ્છમાં ઉતારાય તો અનેકસ્થળેથી બાયોડિજલના નામે મિક્ષના વેપલામો થતી ગોબાચોરી ખુલી શકે તેમ છે. હકીકતમાં અલગ અલગ ક્ષેત્રોમાં જીએસટી અને જીપીસીબીની ટીમો મોકલાય, સેમ્પલો લેવાય, નમુના મોકલાયા અને તે અનુસાર કાર્યવાહી હાથ ધરવામા આવે તો સરકારને કરોડોનો દલ્લો અહીથી જ મળી આવે તેમ કહેવુ પણ વધુ પડતુ નહી કહેવાય.બાયેાડિજલ કચ્છમાં કયા બની રહ્યો છે? જીઆઈડીસી સહિતના અમુક વિસ્તારો પર દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવામા આવે તો આવા બાયોડિજલના મોટા જથ્થાઓ મળી આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. જીપીસીબી અને જીએસટીની ટીમોએ સંયુકત રીતે બાયોડિજલ બનાવતા હાટડાઓ પર ત્રાટકવાની જરૂરીયાત છે.