હવે પગાર પર પણ જીએસટીનો માર?

નવી દિલ્હી : હવે તમાર પગાર પર જીએસટીની અસર જોવા મળી રહી છે? દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલેરી પેકેજમાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારીમાં લાગી ગઈ છે કારણ કે જીએસટી લાગુ થતાં હવે કર્મચારીઓના પગારના બ્રેકઅપ કંપનીઓને ભારે પડી શકે છે. આથી કંપનીઓ પોતાનો ટેક્સનો બોજ ઘટાડવા માટે આ બ્રેકઅપ બદલશે, જેની કર્મચારીઓ પર અસર પડી શકે છે. હાઉસિંગ રેન્ટ, મોબાઈલ અને ટેલિફોન બિલ, હેલ્થ ઈન્સ્યોરન્સ, મેડિકલ બિલ, ટ્રાન્સપોર્ટેશન જેવા પગારના બ્રેકઅપ જીએસટી અંતર્ગત આવરી લેવાશે તો તેને કારણે કંપનીઓએ કર્મચારીઓના સેલેરી પેકેજ નવેસરથી તૈયાર કરવા પડશે. ટેક્સ નિષ્ણાતોએ કંપનીઓને સલાહ આપવાનું શરૂ કરી દીધું છેકે તેઓ તેમના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટને કર્મચારીના સેલેરી બ્રેકઅપ નવેસરથી સમજવા માટે કહે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (છછઇ)ના તાજેતરના નિર્ણય બાદ કંપનીઓ કર્મચારીની સેલેરી અંગે સજાગ થઈ ગઈ છે અને તે પોતાનો ટેક્સ બચાવવા માટે નવા સેલેરી બ્રેક અપ પર કામ કરવા લાગી છે. એએઆરે એક કેસમાં ચુકાદો આપતાં કહ્યું છે કે કંપનીઓ દ્વારા કેન્ટીન ચાર્જિસનાં નામે કર્મચારીની સેલેરીમાંથી ડિડક્શન જીએસટી અંતર્ગત આવશે.