હવે દુર્ગમ વિસ્તારના લોકોે પણ ઈ-મુલાકાત મારફતે એસપીને કરી શકશે રજૂઆત

image description

બુધ અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે પોલીસ અધિક્ષક સાંભળશે સમસ્યા

ભુજ : કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ વિકટ પરિસ્થિતિ ધરાવતો હોઈ તેમજ જિલ્લાના સરહદી વિસ્તારના છેવાડાના ગામોમાં રહેતા લોકોને પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરવા આવવા માટે માટે આખો દિવસનો સમય વેડફાઈ જતો હોવાના લીધે અરજદારોને પડતી મુશ્કેલીઓના લીધે રજૂઆત કરવાનું ટાળતા હોય છે ત્યારે આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ઈ-મુલાકાત પ્રોજેક્ટનું અનાવરણ કરાયું હતું, જે અંતર્ગત પોલીસ અધિક્ષક દ્વારા ઈ-મુલાકાત પ્રોજેક્ટ દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે, જેમાં ભુજથી પ૦ કિ.મી.થી વધારે દૂરના દુર્ગમ વિસ્તારના અરજદારોના સમય અને નાણાંની બચત થાય તે હેતુથી તેઓના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી સીધા જ પોલીસ અધિક્ષક સાથે વીડિફો કોન્ફરન્સ મારફતે ઈ-મુલાકાત કરી શકશે. બુધવાર તેમજ શુુક્રવાર એમ બે દિવસ અરજદાર ઈ-મુલાકાત દ્વારા તેમની રજૂઆત એસપીને કરી શકશે, જેના માટે અરજદારોએ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સ્ટેશન ખાતેના નાગરિક સુવિધા કેન્દ્રમાં નામ-સરનામા સાથેનું સામાન્ય ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતેથી અરજદારોનો ટેલીફોનિક સંપર્ક કરી જે-તે સમયે ઈ-મુલાકાત માટે પોલીસ સ્ટેશન હાજર રહેવાનું રહેશે.