હવે ડીજીટલ લેન-દેન પર લાગશે ઓછો ચાર્જ : આરબીઆઈ

નવી મુંબઈ : ભારતમાં ડીજીટલ લેનદેનને વધારો આપવાને માટે ભારતની સૌથી મોટી એવી આર્થિક સંસ્થા આરબીઆઈ દ્વારા ડીજીટલ ટ્રાન્જેકશનના દરોમાં ઘટાડો કરી દીધો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીજીટલ લેનદેનને વધારો આપવા માટે ડીજીટલ ટ્રાન્સઝેકશન પર આરીબીઆઈએ મહત્વપૂર્ણ ફેરફાર કરી દીધા છે. આ દરો આગામી પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. તેનાથી નાના વેપારીઓને ફાયદો થવા પામી જશે. કયુઆર અને એમડીઆરના દરોમાં ઘટાડો જાહેર કરાયો છે. જે અનુસંધાને ર૦ લાખ રૂપીયા સુધી વાર્ષીક વેપાર કરનારાને એમડીઆર ચાર્જ ૦.૪૦ ટકા રહેશે જયારે કયુઆર દર ૦.૯૦ રહેશે.