હવે જિલ્લામાં ખેલાશે ‘જોડ-તોડ’ની રાજકીય શતરંજ

વીધીવત દાવેદારી બાદ ફોર્મ ચકાણસી પૂર્ણ : હવે રીસામણા-મનામણા-સમાધાન અને સોદાબાજીનું રાજકારણ બનશે સક્રીય : કાલે કચ્છના ચૂંટણીજંગનું અંતિમચિત્ર થશે સ્પષ્ટ

ગાંધીધામ : ગુજરાતની સાથે કચ્છમાં પણ પ્રથમ તબક્કામાં એટલે કે આગામી નવમી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. અહીની છ બેઠકો પર મુખ્ય રાજકીયપક્ષો સહિતના રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની દાવેદારી થઈ ગઈ છે. ફોર્મની ચકાસણી ગત રોજ સંપન્ન થવા પામી ગઈ છે. આજે અને આવતીકાલે બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અવધી છે એટલે તા.ર૪મીના રોજ કાલે બપોર સુધીમાં કચ્છનો ચૂંટણી ચિત્ર સર્વગ્રાહી રીતે સ્પષ્ટ થવા પામી જશે ત્યારે હવે આગામી ૪૮ કલાકમાં કચ્છમાં જાડ-તોડની પણ રાજનીતી તેજ બને તો નવી નવાઈ નહી કહેવાય.
ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ દિન ર૧ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. તે પછી ગત રોજ રરમીના રોજ મેદવારી ફોર્મ ચકાસણીની કાર્યવાહી આટોપી લેવામા આવી છે અને ટેકનીકલી ક્ષતી-ચુકવાળા ફોર્મ રદ કરી દેવામા આવ્યા છે. ફોર્મ ચકાસણીના દીનની વાત કરીએ તો મોટાભાગના રાજકીયપક્ષોના મુખ્ય ઉમેદવારોના ફોર્મ કયાંય કોઈ રદ થવા પામ્યા હોય તેવા અહેવાલો નથી. ટેકનીકલી નિયમ અનુસાર ડમી ફોર્મ રદ કરાયા છે ઉપરાંત છુટ્ટાછવાયા ભુજના ભાજપના અને મુંદરામાં કોંગ્રેસના ઉમેદવારોના એફીડેવીટને લઈ અને વાંધાઓ રજુ કરાયા હતા પરંતુ અધિકારીઓ દ્વારા આ ફોર્મને માન્ય જ રખાયા છે. અપક્ષ અને અન્ય નાના પ્રાદેશીક પક્ષોના ફોર્મ જ રદ કરવામા આવ્યા છે.  નોધનીય છે કે ગત રોજ તા.રરના ફોર્મ ચકાસણીનું કાય પુર્ણ થયા બાદમુખ્ય રાજકીયપક્ષોના હરીફો ચૂંટણીજંગમાં ાકી રહી ગયેલા નાના પક્ષ અને અપક્ષ ઉમેદવારો પર પોતાનુ ધ્યાને કેન્દ્રીત કરશે. પોતાને નુકસાન કરતા ઉમેદવારોને સમજાવવાનુ અને તેમની સાથે સમાધાન કરવાના પ્રયાસો પણ થશે. તદઉપરાંત હરીફને નુકસાન કરતા હોય  તેવા ઉમેદવારોને જરૂરી સાધન-સામગ્રી અને નાણા પણ આપવામા આવે તો નવી નવાઈ નહી કહેવાય. જા કે આ બાબતે મુખ્ય વાત એ છે કે, સબંધીત મુરતીયો સક્ષમ હોવા જાઈએ.હરીફના કેટલા મત તોડી શકે તેવો મજબુત દાવેદાર છે તેના પરથી જ ભાવ-તાલના સોદાઓ કરવામા આવી શકે છે. અહી જાવાની વાત તો એ છે કે, કચ્છમાં આ વખતે કયાય કોઈ એટલા મોટા અને સક્ષમ-અપક્ષ પણ જાવા મળતા નથી. તા.રરના ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા. ર૩ અને ર૪ના બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધી છે. ત્યાર કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે અને કેટલા મેદાનમાં રહે છે અને તે બાબતે રાજકીય લેખાજાખા અને કોણ ફાયદો કે કોણ નુકસાન કરાવી શકે છે તે ગણીતો પણ મડાશે અને આવતીકાલે ર૪મીના બપોરે ત્રણ કલાક બાદ કચ્છના ચૂંટણીજંગનો ચિત્ર સ્પષ્ટ થશે.