હવે ખાવડાથી ધોળાવીરા સીધુ જવાનો માર્ગ બનશે મોકળો

સંકલનની બેઠકમાં સાંસદશ્રીએ કરી નિર્ણાયક ચર્ચા

જિલ્લા સંકલન સમીતીની બેઠકમાં સામાન્યતઃ પ્રતિનિધીઓ વિસ્તારનો પ્રશ્નો મુકતા હોય છે, પરંતુ આજની સંકલન સમિતીમાં કચ્છને સ્પર્શતા મહત્વપૂર્ણ મુદાઓ પર જિલ્લાના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સબંધિત એજન્સીઓની સાથે કરી નિર્ણાયક ચર્ચા

ખાવડાથી ધોળાવીરા જવાને માટે માત્ર ૪૦૦ મીટર પેચીગ કામ બાકી છે તે ટુકમા પૂર્ણ કરી દેવાશે એટલે હવે લોકોને રાપર થઈને ધોળાવીરા જવાનો ગાઉનો ફેરો ટળશે : નર્મદાજળના મોકડુબા સુધીના કામોને લઈને પણ સબંધિત અધિકારીઓને આપી છે સુચના : વિનોદભાઈ ચાવડા

ગાંધીધામ : આજ રોજ કચ્છ જિલ્લાની સંકલન સમિતિની બેઠક રાબેતા મુજબ મળવા પામી હતી. સંકલનની બેઠકમાં વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી અને સાંપ્રત પ્રશ્નો, વિસ્તારની સમસ્યાઓના અટકેલા મહત્વપૂર્ણ કામો બાબતે રૂબરૂમા ચર્ચા કરી તેનો ત્વિરીત નિવેડો લવાય તે માટે પ્રયાસો કરવામાં આવતા જ રહેતા હોય છે.
પરંતુ આજની સંકલન સમિતિમાં કચ્છના યુવા સાંસદ વિનોદભા ચાવડાએ જિલ્લાના સાંપ્રત અને મહત્વપૂર્ણ પ્રશ્નો બાબતે સબંધિત અધિકાીઓ સાથે નિર્ણાયક ચર્ચા કરી હતી. જે અંગે વિનોદભાઈ સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આજની બેઠકમાં ઘડુલી-સાંતલપુર માર્ગના ફેઝ વનના કામમાં ગતિ લાવવી, નર્મદાજળને મોકડુબા સુધી પહોચાડવાના કામો ઝડપી કરવા, વરસાણાથી અંજાર અને અંજારથી ભુજ-ધર્મશાળા સુધીના માર્ગના કામની પ્રગતિ તથા ગળપાદરના રસ્તાનુ કામ પણ ઝડપથી આગળ વધારવા સહિતના વિષયો પર ચર્ચા વિચારણા કરવામા આવી છે.
શ્રી ચાવડાએ વધુમાં કહ્યુ હતુ કે, મુખ્યત્વે આજ રોજ જે વિષય પર ચર્ચા થવા પામી છે તેમાં ખાવડાથી ધોળાવીરા કે જે ઘડુલી -સાંતલપુર માર્ગના ફેઝવનના ભાગમાં આવે છે તે કામનુ ૪૦૦ મીટરનુ જ કામ હવે પડતર અને બાકી રહ્યુ છે જે ટુક જ સમયમા પૂર્ણ કરી દેવામા આવતા વાહનો તેના પરથી પસાર થવા પાત્ર વ્યવસ્થા થઈ જશે અને તેથી જ ખાવડાથી જ સીધા ધોળાવીરા જઈ શકાશે અને અત્યાર સુધી રાપરથી ધોળાવીરા જવાની ફરજ પડી રહી છે તેમાથી રાહત મળી શકશે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટીને લગતા અલગ અલગ રોડ-રસ્તાના કામોને માટે પણ સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સુચનો આપ્યા હોવાનુ પણ સાંસદ શ્રી ચાવડાએ કહ્યુ હતુ.