હવે કોવિન વેક્સિન તમામને મળશેઃ રજીસ્ટ્રેશનની અનિવાર્યતાને સમાપ્ત કરાઇ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,કોરોનાને રોકવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનને કોરોનાની લડાઈમાં સૌથી મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય, પરંતુ અત્યારે પણ ખતરો ઓછો થયો નથી. કોરોના વેક્સિન દરેક વ્યક્તિને મળી શકે તે માટે સરકારે રસી લેવાના નિયમોને વધારે સરળ કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સુવિધા આપતા કોવિન એપ અથવા વેબસાઇટ પર રજીસ્ટ્રેશનની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે.સરકારના નવા નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના વેક્સિનેશન સેન્ટર જઇને ઑન સાઇટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને વેક્સિન લઈ શકે છે. ૈઁંમ્ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના વેક્સિન દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ અને આશા વર્કર્સ ગ્રામીણ વિસ્તારો અને શહેરી સ્લમ્સ વિસ્તારોમાં જશે અને લોકોને ઑન-સાઇટ રજીસ્ટ્રેશન માટે જાગૃત કરશે.ઉલ્લેખનીય છે કે ઘણા લોકો અત્યારે પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન નથી કરાવી શકી રહ્યા. આ જ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન અભિયાનની ઝડપ ઘણી ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે ૧૩ જૂન સુધી કોવિડ દ્વારા કરવામાં આવેલા ૨૮.૩૬ કરોડ રજીસ્ટ્રેશનમાંથી ૧૬.૪૫ કરોડ (૫૮ ટકા) લાભાર્થીઓએ ઑનસાઇટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરીના થઈ હતી.૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં ૨૬ કરોડથી વધારે લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે મંગળવારના ૧૮-૪૪ વર્ષની વયજૂથના ૧૩,૧૩,૪૩૮ લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો, જ્યારે ૫૪,૩૭૫ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.