હવે કેન્દ્ર સરકાર રૂપીયા ૧૦૦નો સિક્કો બહાર પાડશે

નવી દિલહી : એઆઈએડીએમકેના સ્થાપક સ્વર્ગીય ડો. એમજી રામચંદ્રજીના જન્મજયંતી નિમિત્તે રૂપીયા ૧૦૦ના સિક્કા ટુંકમાં જ બહાર પડાશે તેમ નાણા મંત્રાલયે જારી કરેલા એક જાહેરનામા જણાવાયુ છે. આની સાથે જ રૂપીયા પચના સિક્કા પણ જારી કરાશે. રૂપીયા ૧૦૦નો સિક્કો સિલ્વર પ૦ ટકા, કાપર ૪૦ ટકા, નિકલ પાંચ ટકા અને ઝિન્ક પાંચ ટકાના ધાતુના સમયોજન સાથેનો હશે. તેનો ડાયામીટર ૪૪ મીલીમીટરનો રહેશે. આ સિક્કાના મધ્યમાં લાઈન કેપીટીલ ઓફ અશોક અને દેવનગરી સ્ક્રીપ્ટમાં તેની નીચે સત્યમેવ જયતે જાતરાયેલુ નહશે. તેની પર રૂપીયાનુ પ્રતીક અને રૂપીયા ૧૦૦નું મુલ્ય દર્શાવતો આંકડો પણ હશે.