હવે કચ્છમાં ફુંકાશે બળવાના બ્યુગલ..!

હમ સે જા ટકરાયેગા…મીટ્ટી મે મીલ જાયેગા’

સીંગલ નામો વાળી બેઠક કરાઈ નિશ્ચીત : ભાજપ-કોંગ્રેસની પ્રથમ તબક્કાની ચૂંટણીના નામો પર ગત રોજ મરાઈ ગઈ મહોર : મુરતીયાઓને તૈયારીમાં લાગી જવાની મળી સુચના તો રહી ગયેલા થનગનભુષણો, ટીકીટવાંચ્છુકો પણ કયાંક ખુલ્લીને તો કયાંક અંદરખાને દેખાડવશે હવે બગાવતી તેવર : તો કેટલાક નારાજ લોકો ઘર પકડીને બેસી જવાનુ પણ અપનાવશે વલણ

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થવા પામી ગયો છે. ભાજપે ૭૦ ઉમેદવારો જાહેર કરી ચુંટણીના પ્રથમ નગરે ઘા મારી દીધો છે તો કોંગ્રેસ હજુ વેટ એન્ડ વોચની Âસ્થતિમાં છે. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જયારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક પણ મળી જવા પામી ગઈ છે. આજે કોંગ્રેસ દ્વારા તેના સીંગલ નામોવાળી બેઠકોની જાહેરાત કરાય તેવી સંભાવના છે ત્યારે ભાજપ પણ જયા એક જ નામ આવ્યુ છે તે બેઠકના મુરતીયાઓને જાહેર કરી દીધા છે. ત્યારે હવે ‘એક ફુલ ઓર અનેક માલી’ની જેમ જ ટીકીટ એક અને દાવેદારો અનેકાઅનેક વિવિધ બેઠકો પર એક જ પક્ષમાંથી ઉભરી ચૂકયા હશે. આવામાં જેની માંગણી સંતોષાશે અથવા તો જે કોઈની લોટરી લાગી હશે તે ભાગ્યશાળી તો એક જ હશે..બાકીના થનઘનભુષણોને માટે તો નારાજગી અને હતાશા જ આવશે. એટલે હવે આગામી દીવસોમાં કચ્છના રાજકીય માહોલમાં બળવાના બ્યુગલ ફુંકાય, આતંરીક જુથબંધી સામેથી ખુલ્લીને દેખાય તો નવી નવાઈ નહી કહેવાય. સોશ્યલ મીડીયામાં ટીકીટ મેળવનારાને ટુંકો દેખાડવો કે પછી તેના વિરોધનો પ્રચાર કરવો યા તો પછી તેના ટેકામાં પ્રચાર કરવાના બદલે ઘર જ પકડીને બેસી રહેવાનો વાયરો પણ હવે ફુંકાય તેમ માનવુ વધુ પડતુ નહી કહેવાય.નોધનીય છે કે, સેન્સ મેળવવાથી લઈ અને પ્રદેશ-કેન્દ્રકક્ષાની બન્ને પક્ષોની બેઠક પૂર્ણ થવા પામી ગઈ છે. તેવામાં હાલના બે દીવસમાં સેન્સની પ્રક્રીયાથી વિપરીત નામોની ચર્ચાઓ પણ વહેતી થાય તો નવી નવાઈ નહી કહેવાય. કારણ કે ભાજપ-કોંગ્રેસ બન્ને સેન્સની પ્રક્રીયાઓ માત્ર ઔપચારીકતા જ બની રહેતી હોવાનો ભુતકાળ ગુજરાતમાં સર્જાતો રહ્યો છે. જેઓનું સેન્સ પ્રક્રીયામાં કયાય નામ જ ન હોય તેવાઓને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આપી દેવામા આવે તો પણ નવી નવાઈ નહી કહેવાય. નોંધનીય છે કે, ભાજપ-કોંગ્રેસ દ્વારા જે બેઠકો નિર્વિવાદીત છે ત્યા સીંગલ નામોની અંદરખાને જાહેરાત પણ કરી નાખશે પરંતુ જે બેઠક પર એકથી વધુ મજબુત દાવેદારો છે તે બેઠકને લઈને ફોર્મ ભરવાના અંતિમ દીને કે પૂર્વ સંધ્યાએ જ નામો જાહેર કરવામા આવે. આ ઉપરાંત ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત થાય અને ટીકીટ ફાળવાઈ જાય તે સાથે જ બળવાના બ્યુગલો પણ ઠેર ઠેર ફુંકવાનુ શરૂ થઈ જવા પામતુ હોય છે. આવાઝ દો હમ એક હેના નારા સાથે દેખાતા અગ્રણીઓ, કાર્યકર્તાઓ, આગેવાનો ‘હમસે જા ટકરાયેગા મીટ્ટી મે મીલ જાયેગા’ના નારાઓ ગજવતા જાવા મળી આવે તેમ પણ રાજકીય પંડીતો માની રહ્યા છે.જા કે, આજના દિને હજુય આ વાત જા અને તોના સમીકરણવાળી જ બની રહે તેમ છે. સાચુ ચિત્ર તો ભાજપ સત્તાવાર રીતે મેન્ડેટ ઉમેદવારોને આપે અને યાદી જાહેર કરે તે પછી જ આવ્યુ કહી શકાય. અને ભાજપની જયા સુધી પ્રથમ તબક્કાની વાત છે ત્યા સુધીમાં તો ગઈકાલે ભાજપે ૭૦ મુરતીયાઓ જાહેર કરી દીધા છે બળવાના બ્યુગલ તો હજુ બાકી રહી ગયેલ થોકબંધ બેઠકોની જાહેરાત બાદ જ વાગ્યે તો પણ નવી નવાઈ નહી કહેવાય.