હવે કચ્છમાં એમ્બ્યુલન્સના ડ્રાયવર દાખવે સમજણઃ કોરાનાના ફફડાટમાં ‘સાયરન’નો ન સર્જે અતિરેક

  • રાત્રિ કર્ફ્યુ દરમ્યાન સાયરન ન વગાડવાની તાકીદથી રૂપાણી સરકારે તો સંવેદના સાથે કડકાઈ દેખાડી

કોરોનાનું બિહામણું ચિત્ર ઠેર-ઠેર સર્જાયેલ છે, એમ્બ્યુલન્સ-ડ્રાયવર અને સ્ટાફની જીવના જોખમે આદરાતી સેવા કહી શકાય કાબીલેદાદ, જીવનરક્ષકની જ ભજવી રહ્યા છે ભૂમિકા, પરંતુ હાઈવે સિવાય રહેણાંક વિસ્તારોમાં પણ એમ્બયુલન્સના સાયરન કોરોના હોમકવોરેન્ટાઈન રહેલા દર્દીઓ ઉપરાંતના વધારી રહ્યા છે વિના વાંકના ધબકારા : સર્જાય છે ખોટી ગભરામણ

એમ્બયુલન્સ ઘણા કિસ્સાઓમાં તો ખાલી-ખાલી ડ્રાયવર-મદદનીશ એકાદ સ્ટાફ સાથે દોડતી હોવા છતા પણ સાયરનો વગાડતી રૂમઝુમ કરતી દોડી રહી છે, તો વળી કેટલાક કીસ્સાઓમાં જે હોસ્પિટલ પર પહોંચવાનુ છે તેના ગેટ પર
પહોંચી ગયા બાદ પણ સતત સાયરનો વગાડવામાં આવી રહ્યા હોવાની બની રહી છે સર્વસામાન્ય ફરીયાદ : આવા કિસ્સાઓમાં એમ્બયુલન્સના ચાલકો માનવતા સાથે સંવેદના દર્શાવે અને સાયરનનો વધુ પડતો ઉપયોગ ન કરે તે જરૂરી

ગાંધીધામ : કોરોનાની મહામારીએ અત્યારે ઠેર ઠેર હાહાકાર મચાવી દીધો હોવાની સ્થિતી સર્જાઈ ચૂકી છે. પેરામેડકીલ સ્ટાફ અને મેડીકલ સ્ટાફ યુદ્ધના ધોરણે ખુદના જીવ-પરીવાર અને બાળબચ્ચાની ચિંતા કર્યા વિના લોકોના જીવ બચાવવા દીવસ-રાત જોયા વિના સેવામાં લાગેલા છે. તેવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને સમયસરની સારવાર મળી રહી તે માટે પાછલા એકાદ પખવાડીયાથી માર્ગો પર ૧૦૮ સહિતની અન્ય સંસ્થાકીય એમ્બયુલન્સોના ર૪ કલાક રાઉન્ધ કલોક સેવાઓ ચાલી જ રહી છે. આ સેવા કરનારાઓ થકી કેટલાક લોકોને સમયસરની સારવાર મળી જતા જીંદગી તેઓની બચી હશે તેમા બે મત નથી પરંતુ હાલમા કોરોનાએ ભારે ડરામણું ચિત્ર ઉભુ કરી દીધુ છે શહેરોથી લઈ અને ગામડાઓ સુધીમાં આ બીમારીએ માજા મુકી દીધી છે તેવામાં ગુજરાતની રૂપાણી સરકારે તો રાત્રીકફર્યુ દરમ્યાન આવી એમ્બયુલન્સના સાયરન બંધ રાખવાની સુચના આપી જ દીધી છે જેથી લોકોમાં ભયનુ ખોટુ વધારે વાતાવરણ ઉભુ ન થાય. પરંતુ હજુય દીવસના સમયે પણ જે રીતે એમ્બ્યુલન્સના સાયરન સતત ગુંજી રહ્યા છે તે બાબતે પણ તેના ચાલકોએ ખુદ જ વિવેક પ્રણયભાન હવે દાખવુ જોઈએ. આ બાબતે પ્રબુદ્ધવર્ગની વાત માનીએ તો કોરોનાનું બિહામણું ચિત્ર ઠેર-ઠેર સર્જાયેલ છે, એમ્બ્યુલન્સ-ડ્રાયવર અને સ્ટાફની જીવના જોખમે આદરાતી સેવા કહી શકાય કાબીલેદાદ, જીવનરક્ષકની જ ભજવી રહ્યા છે ભૂમિકા, પરંતુ હાઈવે સિવાય રહેણાંક વિસ્તારોમાં પણ એમ્બયુલન્સના સાયરન કોરોના હોમકવોરેન્ટાઈન રહેલા દર્દીઓ ઉપરાંતના વધારી રહ્યા છે વિના વાંકના ધબકારા તે પણ ન ભુલવું જોઈએ. બપોરના સમય હોય કે સવારનો સમય જયા શહેરોમા આતંરીક માર્ગો પર આ સાયરન લોકોની માનસિક સ્થિરતા પર પણ અસર પાડનાર જ બની રહે તેમ હોય છે. કોરોનાથી આમેય માનસિક તણાવ તો આપોઆપ આવી જતો હોવાનુ તજજ્ઞો કહી ચુકયા છે તેવમાં આ સાયરન વધારે ભયનુ લખલખુ ઉભુ કરી જાય છે. એમ્બયુલન્સના ચાલકોએ સાયરનનો ઉપયોગ કરવો જ જોઈએ, તેમને વાહન-ટ્રાફીકમાં પ્રાથમિકતા અપાય જ અપાય, તેઓ જે મનાઅવસ્થામાં કામ કરી રહ્યા છે અને જે જંગ લડતા હોય છે તે અકલ્પનીય છે પરંતુ તેની સાથોસાથ જ જો સાયરન સહિતનો અતિરેક થઈ જતો હોય તો તે અટકાવવો પણ જરૂરી છે અને તેના માટે ખુદ ચાલકો જ વિવેક દાખવે તે ઈચ્છનયી કહી શકાય તેમ છે.એમ્બયુલન્સ ઘણા કિસ્સાઓમાં તો ખાલી-ખાલી ડ્રાયવર-મદદનીશ એકાદ સ્ટાફ સાથે દોડતી હોવા છતા પણ સાયરનો વગાડતી રૂમઝુમ કરતી દોડી રહી છે, તો વળી કેટલાક કીસ્સાઓમાં જે હોસ્પિટલ પર પહોંચવાનુ છે તેના ગેટ પર પહોંચી ગયા બાદ પણ સતત સાયરનો વગાડવામાં આવી રહ્યા હોવાની બની રહી છે સર્વસામાન્ય ફરીયાદ, આ બાબતે મંથન થવુ જ જોઈએ. આવા કિસ્સાઓમાં એમ્બયુલન્સના ચાલકો માનવતા સાથે સંવેદના દર્શાવે અને સાયરનનો વધુ પડતો ઉપયોગ ન કરે તે પણ હાલના સમયનો તકાજો જ કહી શકાય તેમ છે.