હવાઈ સેવામાં ખામી અંગે વળતરનો આદેશ કરતી જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમનો ધાક બેસાડતો ચુકાદો

ગાંધીધામઃ આ કામે કેસની ટુંકી હકીકત એમ છે કે, આ કામે ફરીયાદી રવી એન.સોનેજા(એડવોકેટ)એ તા.૧૧-૦પ-૧૬ના આ કામના ફરીયાદી ઉતરાખંડમાં સ્થાનિક જગ્યાએ પડી જવાના કારણે પગમાં ફેકચર થયેલ જેથી તોએએ દિલ્હીથી અમદાવાદ જવા માટે બે ટીકીટ સ્પાઈસ જેટમાં બુક કરાવેલ જેમાં ફરીયાદીને ઈજા હોવાના કારણે વચ્ચેની સીટમાં બેસી શકે તેમ નથી તેવું સ્પાઈસ જેટના ઈન્ચાર્જ ઓફીસરને જણાવેલ ત્યારે તેમણે કહેલ કે સ્પાઈસ મેકસ પ્રીવીલેજ ચાર્જસ રૂા.૧૦૦૦/- વધારાનો ચાર્જ ચુકવણી કરશો તોજ આગળની સીટમાં બેસવા મળશે. જેથી ફરીયાદીએ મજબુરીમાં આ ચાર્જ ચુકવી આપેલ. અને આ ચાર્જમાં વધારાની સેવા જેમ કે જમવાનું વગેરે સામેલ હતું પરંતુ સ્પાઈસ જેટ કંપની સદર સેવા આપવામાં નિષ્ફળ જતા, જેથી ફરીયાદીએ સ્પાઈસ જેટ કંપનીની સેવામાં ખામી અંગે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ કચ્છ ફોરમના પ્રમુખ એન.ડી.સોલંકી, સભ્ય સી.એન.ઠક્કર, સભ્ય જે.એચ.મકવાણા, ફરીયાદ અરજી ચાલી જતા તથા પુરાવો ધ્યાને લઈને તથા ફરીયાદી રવી એન.સોનેજાની દલીલોને ધ્યાને લઈ સ્પાઈસ જેટ કંપની વિરૂદ્ધ ધાક બેસાડતો રૂા.૧૦૦૦૦ વ્યાજ સહીત ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ. ફરીયાદી વકીલ રવિ એન.સોનેજા પોતે તથા હિમંત ડુંગરાણી, હિતેષ આલવાણી સાથે હાજર રહ્યા હતા.