હવસખોરોેને નથી રહ્યો ફાંસીનો ડર નોઈડામાં સર્જાયો નિર્ભયાકાંડ

૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર ગેંગરેપની ઘટના : તો દ્વારકાના કુરંગા ગામે ત્રણ વર્ષની બાળકી સાથે આચરાયું દુષ્કર્મ

નવી દિલ્હી : કેન્દ્રીય કેબીનેટ દ્વારા તાજેતરમાં જ બાળકીના બળાત્કારીઓને ફાંસીની સજાના પ્રાવાધાનની લાલઆંખ કરી દેખાડી છે પરંતુ હવસખોરોને જાણેકે ફાસીનો ખૌફ ન હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. આજે પણ દિલ્હીના નોઈડામાં નિર્ભયાકાડ બનવા પમાી ગયો છે. ચાલતી કારે ૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર તેના જ સહપાઠી અને તેના મિત્રોએ સામુહીક દુષ્કર્મ આચરવામા આવ્યુ છે. સ્કુલબસ ચુકી જતા મિત્રએ કારમાં લીફટ આપી હતી અને તેની સાથે કારમાં જ ગેગરેપ આચરવામા આવ્યો છે. આ વિદ્યાર્થીની સાથે બળાત્કાર આચરી અને નરાધમો તેણીને નોલેજ પાર્કમાં ફેકીને ફરાર થઈ ગયા હતા. તો વળી બીજીતરફ દેવભુમી દ્વારકા શર્મશાર થવા પામી ગઈ છે. નોધનીય છે કે દ્વારકાના કુરંગા ગામે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામા આવ્યુ છે. માસુમ બાળકી સાથે દુષ્કર્મ થતા અરેરાટી વ્યાપી જવા પામી ગઈ છે.
બાળકીને સારવાર અર્થે જામનગર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. જયારે બાળકીને હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે આ ખુલાસો થવા પામી ગયો છે. શોચક્રીયા કરવા તેની માતા ગઈ ત્યારે આ ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છેે.