હમીરસરમાં છલાંગ લગાવનાર યુવતીની પોલીસ – ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

ભુજ : શહેરના હમીરસર તળાવમાં પાવડી વિસ્તાર પાસેથી એક યુવતીએ છલાંગ લગાવતા તેની શોધખોળ આદરવામાં આવી છે. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ટીમો ઘટના સ્થળે ધસી ગઈ છે. હમીરસરમાં કુદકો લગાવનાર પરિણીત યુવતી માધાપરની હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હમીરસર તળાવમાં પાવડી વિસ્તાર નજીકથી પોતાના અંદાજે છએક વર્ષના પુત્ર સાથે આવેલી પરીણીત યુવતીએ પુત્રને છોડીને પોતે તળાવમાં જંપલાવ્યું હતું. બનાવને પગલે સ્થાનીકોએ પોલીસને જાણ કરતા ભુજ એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે ધસી ગઈ હતી. તળાવમાં કુદકો લગાવનાર યુવતી માટીમાં ફસાઈ જવાને કારણે તેની શોધખોળ આદરવામાં આવી રહી છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પરિણીત યુવતી માધાપરમાં રહેતી હોવાનો અને તેની માતા ભુજમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી યુવતી મળી ન હતી. તેમજ તેની પુરી ઓળખ પણ જાણી શકાઈ ન હતી.