હમીદ ભટ્ટીએ કોંગ્રેસનો છોડ્યો હાથ

પ્રદેશ ડેલિગેટના હોદ્દા પરથી તેમજ કોંગ્રેસના સભ્ય પદેથી આપ્યું રાજીનામુ

 

ભુજ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોમાં આંતરીક રીતે પણ હિલચાલ મચી ગઈ છે. તેવામાં કોંગ્રેસ સાથે લાંબા સમયથી નાતો જાડી રાખનાર લઘુમતિ નેતા હમીદ ભટ્ટીએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.
ચૂંટણીની ઘડીઓ ઘડાઈ રહી છે તેવામાં રાજકીય પક્ષોમાં ખેંચતાણ તેમજ આંતરીક વિખવાદો સપાટીએ આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ અને નગરપાલિકાના પુર્વ સદ્દસ્ય એવા હમીદ ભટ્ટીએ રાજીનામુ આપીને કોંગ્રેસનો હાથ છોડ્યો છે. ચારેક દિવસ પુર્વે તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીને રાજીનામુ સુપરત કર્યું હતું. પરંતુ કોઈ પણ કારણોસર તેમણે રાજીનામુ આપ્યાની વાત જાહેર કરાઈ ન હતી. આજે એકાએક ધાડકો થતા જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ રાજીનામાની વાતને સમર્થન આપ્યું હતું.  લઘુમતિ નેતાના રાજીનામાના કારણે ભુજ શહેર તેમજ સમગ્ર કચ્છભરમાં કોંગ્રેસને ઝાટકો લાગી શકે તો નવાઈ નહીં કહેવાય.