હમણાં તો આચારસંહિતા છે બધું કામ ચૂંટણી પછી

સરકારી કચેરીઓમાં ‘ગોખેલા’ જવાબ મળતા અરજદારો પરેશાન

ભુજ : રાજયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા પ્રજાને ઘણી મુશ્કેલીઓ સહન કરવી
પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થતુ જોવા મળે છે. ચૂંટણીની જાહેરાતથી લગ્નપ્રસંગ,
અપડાઉન કરી ભણતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ,  વેપારીઓ જેમને ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર તરફથી મળતી બસ સેવા પુરતી નહિ હોવાના કારણે પ્રાઇવેટ વાહનો જેવા કે રીક્ષા, જીપ, મીની બસમાં અપડાઉન કરવા પડે છે. તેમને આગામી દિવસોમાં આ વાહનો ચૂંટણી પંચ માટે ફરજીયાત આપવા પડશે.
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની કામગીરી માટે આ વાહનો ડીટેઇન કરવામાં આવે છે. ચૂંટણી આચાર સંહિતા લાગતાની સાથે જ સરકારના વહીવટી તંત્રમાં કોઇ કાળ જળા નથી જયાં કામ માટે મળવા જવાનું થાય તો સરકારી કચેરીમાં જવાબ મળે કે ર૦ ડીસેમ્બર  પછી આવજો હમણાં તો આચાર સંહિતા છે. તેવી જ રીતે ચૂંટણી આચારસંહિતા પહેલા કરેલા સરકારી કામો માટે કોન્ટ્રાકટરો, સ્ટેશનરી સપ્યાલનાં વેપારીઓ, વગેરેને પોતાના નાણા મેળવવા બીલો રજુ કર્યા હોય ત્યાં પણ ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય પછી આવજો તેવા સરકારી જવાબોનો સામનો કરવો પડે છે. આવી  પરિસ્થિતીમાં નાણાંકીય વ્યવહારો અટકી પડે છે. આ  ઉપરાંત કોઇ સામાજીક, ધાર્મિક, કે લગ્ન પ્રસંગ માટે બુક કરાવવામાં આવેલ હોલ માટે પણ આ  પરિસ્થિતિનો સામનો નગરજનોએ કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા આવા હોલ પોલીસ બંદોબસ્ત, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા માટે રહેવા તેમજ જમવા માટે કલેકટર હસ્તક લઇ લેવામાં આવે છે. જેના કારણે નગરજનોએ પોતાનાં પ્રસંગ મુકી આ પરિસ્થિતીનો સામનો કરવાની ફરજ પડે છે.