હત્યા કેસમાં અંજાર કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

અંજાર : અંજાર સેશન્સ કોર્ટે પણ હત્યા કેસમાં  આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. ૬ વર્ષ જૂનો હત્યા કેસ અદાલતમાં ચાલી જતા  આરોપીને તક્સેરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
કેસની વિગત પ્રમાણે હત્યાનો આ બનાવ પેલી ઓક્ટોબર ૨૦૧૧નાં બન્યો હતો. જેમા અંજારના હેમરાઈ ફળીયામાં રહેતા સલીમ અબ્દ્રેમાન સમેજા નામના યુવકે ઈકબાલશા હાજી ભચલશા શેખ નામના યુવક સાથે ગાળાગાળી કરીને ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો હતો. બનાવના દિવસે સલીમ સમેજા સવાસર નાકાથી ગંગાનાકા રોડ પરે જતો હતો. ત્યારે ત્યાં ઈકબાલશા શેખ અને સલીમ સાલેમામદ કક્કલ નામના બે યુવકોને જોઈને ઉભો રહ્યો હતો. અને તેણે ઈકબાલશાના સમાજ વિરૂધ્ધ ગાળાગાળી કરી હતી. ત્યારે ઈકબાલશાએ તેને ગાળો બોલવાની ના પાડતા તેને રોષે ભરાઈને છરી કાઢી ઈકબાલશા પર હુમલો કર્યો હતો. ઘટના બાદ આસપાસના લોકોએ ઈકબાલશાને હોસ્પિટલ ખસેડ્‌યો હતો. જ્યાં સારવાર દરમિયાન ઈકબાલશાનું મોત થઈ હતું. ત્યારે આ કેસ અદાલતમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠેરવીને સજા સંભળાવવામાં આવી હતી. આ કેસને સાબિત કરવા માટે ૨૧ સાક્ષીઓ અને ૩૭ જેટલા દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરાયા હતા. જેને આધારે અંજારના ચોથા અધિક સેશન્સ જજ ડી.એમ. પંચાલે સલીમ અબ્દ્રેમાને સમેજેને કસૂરવાન ઠેરવીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે આશિષ
પંડ્‌યાએ ધારદાર દલીલો કરી હતી.