હડતાળ નહીં-ટેબલ ટોકથી લાવીએ સમાધાન : રૂપાણી

image description

પ્રાધ્યપક તબીબોને હડતાળ સમેટી લેવા મુખ્યપ્રધાનનો અનુરોધ

ગાંધીનગર : આજ રોજ સીએમ રૂપાણી પ્રાધ્યપક તબીબો છે તેઓને હડતાળ પરત ખેચવાની અપીલ કરી છે અને આ હડતાળ સમેટાવી જોઈએ હાલમાં સમય નાજુક છે અને સોએ સાથે મળીને ચાલવાનો સમય છે, કોરોના સામેનો જંગ લડવો આપણી પ્રાથમિકતા છે તેમ કહી અને સીએમ દ્વારા માંગણીઓ સંતોષાય તે માટે પણ સરકારે ચર્ચા કરી છે અને સકારાત્મકતાથી જ નિર્ણય ટુંકમા લેવામા આવશે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો છે.વ્યાજબી માંગણીઓ સરકારે સ્વીકારી છે. નર્સ અને તબીબોની સમસ્યાઓ અંગે કેબીનેટમા ચર્ચા કરવામા આવી રહી છે. વિવીધ વિભાગના અલગ અલગ પ્રશ્નો આવી રહ્યા છે. અમે મીનિટસ પણ પોજિટીવ બનાવીને મોકલી છે. પ્રધ્યાપકો સરકાર પર ભરોસો રાખે. સીએમ દ્વારા કહેવાયુ હતુ કે, નર્સીગ સ્ટાફની તમામ માંગણીઓ બાબતે સરકાર ચિંતા કરી રહી છે. હાલના કપરાકાળમાં આ તમામની કામગીરી ખુબ ઉત્કૃષ્ટ રહી છે. હાલમાં સ્થીતી નાજુક છે અને તેવામાં હડતાળના બદલે ટેબલટોક કરીએ તો સમસ્યાઓ ઉકેલાઈ શકે તેમ છે. રૂપાણીએ કહ્યુ હતુ કે, ભાજપની સરકાર સૌને સાથે લઈને ચાલે છે અને દરેક કર્મચારીઓને હમેશા સરકારે ન્યાય આપ્યો જ છે.