સ્વામીજીને હારારોપણ વેળાએ જ પ્રતિમામાંથી પોપડા ખર્યા ગાંધીધામ સુધરાઈના ઢમઢોલ-માંહેપોલનો પદાર્ફાશ

ગાંધીધામના યુવા ધારાસભ્ય અનાવરણ કરવા પહોંચ્યા તેના પૂર્વે જ ગાર્ડન કમીટીના ચેરમેનના પતી હારારોપણ કરવા ગયાને પ્રતીભામાંથી ટાઈલ્સ ખરવા પડી : સ્થળ પર હાજર રહેલાઓમાં શરૂ થયો ગણગણાટ

 

ગાંધીધામ : યુગપુરૂષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની આજરોજ ઠેર ઠેર દબદબાભેર ભાવભેર ઉજવણી કરવામા અવી હતી ત્યારે આજ રોજ ગાંધીધામમાં પણ બેંકીગ સર્કલ પાસે સવારે સાડા નવ વાગ્યે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે નગરપાલીકાના અગ્રણીઓ તથા ધારાસભ્ય સહિતનાઓ પહોંચ્યા હતા. આજ રોજ અહી સ્વામીજીની હૃદયાંજંલી આપવામા આવે તે પહેલા જ ગાંધીધામ નગરપાલીકાનો ઢમઢોલ માંહેપોલની સ્થિતીનો પર્દાફાશ થવા પામી ગયો છે. આ મામલે જાણવા મળતી વિગતો અનુસાર સ્વામીજીની જર્જરીત થયેલી પ્રતિમાને રીનોવેટ કરવાનુ કાર્ય પાછલા એક વરસથી ચલાવાઈ રહ્યુ છે અને તે નવાવાઘા સાથે સજજ થયેલી પ્રતિભાને આજ રોજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે અનાવરણ કરવાની હતી તે પહેલા જ હારારોપણ કરાવ માટે પહોચેલા ગાર્ડન સમીતીના ચેરમેનના પતીક્રીષ્ના રાવ જયારે હારારોપણ કરવા પહોંચ્યા ત્યારે તેમાથી ટાઈલ્સ ખરીને નીચે પડતા ઉપસ્થિતોમાં તહેર તહેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. હજુ તો ધારાસભ્ય દ્વારા નવા વાઘા પહેરેલી પ્રતિમાનું અનાવરણ કરવામા પણ નથી અવ્યુ કે, પોપડા ખરવા પડી ગયા..? જો કે, તે પછી હારારોપણ કરી અને તખ્તીના અનાવરણ રાબેતામુજબ કરવામા આવ્યુ હોવાનુ પણ મનાય છે.