સ્વાઈનફલુ જન જાગૃતિ માટે મુસ્લીમ સમાજને અગ્રણીઓ દ્વારા અપીલ

ગાંધીધામઃ તા.૦પ-૦૯-૧૭ના કચ્છ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સ્વાઈનફલુને અટકાવવા અને તેની સામે જાગૃતિ તથા લોકોમાં સ્વાઈનફલુનો ડર દુર કરવા જીલ્લાના વિવિધ સમાજના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા મીટીંગમાં કચ્છ જીલ્લા મુસ્લીમ સમાજ વતી હાજી જુમા રાયમા, સૌયદ મોઈન બાવા, સૈયદ જલાલશા, અલીઅસગર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. મુસ્લીમ સમાજવતી સૈયદ મોઈન બાવા અને હાજી જુમા રાયમાએ મુસ્લીમ સમાજને અપીલ કરતા જણાવેલ કે દર શુક્રવારે જુમાની નમાજમાં તમામ મૌલવી સાહેબો ૧૦ મિનીટ સ્વાઈન ફલુ માટે જાગૃતિ તથા વહીવટી તંત્ર તરફથી ઉકાળો અને તેની રસી માટે સમાજને અપીલ કરેલ.