સ્વદેશી તોપ ‘ધનુષ’નું સફળ પરીક્ષણ

સેનામાં સામેલ થવા તૈયાર : ૩૮ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા : રાજસ્થાનના
પોખરણમાં દેશી બોફોર્સનું સતત ચાલી રહેલું પરીક્ષણ

જબલપુર : ભારતમાં નિર્મિત પ્રથમ લાંબા અંતરની તોપ પોખરણમાં કરવામાં આવેલુ અંતિમ પરિક્ષણ સફળ રહ્યું છે. આ સાથે જ આ તોપ સેનામાં સામેલ થવા માટે તૈયાર છે તેમ સેનાના અધિકારીઓએ જણાવ્યું છે. બેથી છ જૂન દરમિયાન છ ધનુષ તોેપમાંથી ૫૦ રાઉન્ડ શેલ છોડવામાં આવ્યા હતાં તેમ ગન કેરેજ ફેકટરી(જીસીઅએફ)ના સિનિયર જનરલ મેનેજર એસ કે સિંહે જણાવ્યું છે. ધનુષને દેશી બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સાત જૂને છ તોપમાંથી સફળતાપૂવર્ક ૧૦૧ રાઉન્ડ શેલ નિર્ધારિત લક્ષ્યાંક પર સફળતાપૂર્વક છોડવામાં આવ્યા હતાં. આ તોપે સિક્કિમ અને લેહ જેવી તીવ્ર ઠંડી અને રાજસ્થાનના પોખરણ જેવી અસહ્ય ગરમીમાં પણ સફળતાપૂર્વક કામગીરી કરી બતાવી છે. આ તોપની ત્રાટકવાની ક્ષમતા ૩૮ કિમી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨ ધનુષ તોપ સેનાને સોપવામાં આવશે.