સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત સ્વચ્છતાને લગતી ટુંકી ફિલ્મની સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીયકક્ષાની સ્વચ્છતા ફિલ્મ મહોત્સવ અંતર્ગત ટુંકી ફિલ્મોની સ્પર્ધામાં કચ્છના લોકોને ભાગ લેવા અનુરોધ

જિલ્લા ગ્રામ વિકાસ કચ્છ ભુજમાં ચાલતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પૈકીની સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) યોજના અંતર્ગત ભારત સરકારશ્રીના પે જળ મંત્રાલય અને સ્વચ્છતા વિભાગ ઘ્વારા રાષ્ટ્રીય “સ્વચ્છતા ફિલ્મ અમૃત મહોત્સવ” રાષ્ટ્રીય કક્ષાની ટુંકી ફિલ્મોની સ્પર્ધાનું આયોજન તા.૧૫ ઓગષ્ટ ૨૦૨૧ સુધી કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભારતના તમામ નાગરીકો કે જેમની ઉંમર ૧૦ વર્ષ કે તેથી વધુ હોય તેમજ ગ્રામ્ય વિસ્તારની અન્ય સ્થાયી સંસ્થાઓ, સમુદાય આધારીત સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓ ભાગ લઈ શકે છે. સદરહું આ ફિલ્મો ૧ થી ૫ મિનીટની હોવી જોઈએ અને માન્ય રહેલી બધી ભારતીય ભાષાઓ બોલીઓમાં હોવી જોઈએ. બન્ને કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને નવી દિલ્હી ખાતે આગામી વર્ષમાં પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રોકર્ડ ઈનામને લગતી વિગતો સહભાગીઓને માહિતી, સ્પર્ધાની માર્ગદર્શિકા અને અન્ય જરૂરી વિગતો httes://innovateindia.mygov.in/sbmg innovation-challenge વેબસાઈટ પર પ્રદર્શિત કરવામાં આવેલ છે.

આ ફિલ્મોનો મુખ્ય ઉદેશ સાફલ્યવાદી સ્વચ્છતા સંદેશ આપવાની સાથે ઘન અને પ્રવાહી કચરા નિકાલના વ્યવસ્થાપન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મુખ્ય પાંચ ભૌગોલિક પ્રદેશ જેવાકે રણ વિસ્તાર, ડુંગરાળ વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો, મેદાનોમાં પુરના જોખમવાળા વિસ્તારોમાં કરવામાં આવેલ નવીની કરણને પ્રદર્શિત કરી ગ્રામીણ વિસ્તાર ને ગંદકી મુક્ત કરવા પ્રેરિત કરવાનો હોવો જોઈએ.જેમાં ઓ.ડી.એફ. પ્લસના છ ઘટકો: બાયોડીગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ, ગોબરધન, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ,  ગ્રે વોટર મેનેજમેન્ટ, ફિકલ સ્લજ મેનેજમેન્ટ તેમજ બિહેવિયર ચેન્જ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં  રાખવાના રહે છે તેવું નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ – ભુજ દ્વારા જણાવાયું છે .