સ્વચ્છતા અભિયાનમાં મોદીનો માનીતો જિલ્લો ત્રીજા નંબરે

કચ્છમાં પાંચ દિવસથી સ્વચ્છતા ટીમના ધામાઃ ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ સરસ પણ ભાજપ કાર્યકરો અભિપ્રાય આપવામાં ઊંઘતા ઝડપાયા

 

ભુજ : દેશના વડાપ્રધાન સ્વચ્છતા ક્ષેત્રે સરસ આગમન આદર્યો છે. પણ તેમાં મોદીજીનો માનીતો જિલ્લો કચ્છડો ત્રીજા નંબરે આવ્યો છે જ્યારે પ્રથમ નંબરે વલસાડ છે. બીજા નંબરે દેવભુમી દ્વારકા છે. અને ત્રીજો કચ્છ અને સોથી લાસ્ટ સ્વચ્છતાના અગ્રહી ગાંધીજીનો પોરબંદર છે.ભારતના સ્વચ્છતા અભિયાનની નોંધ વિશ્વ આખું લઈ રહ્યું છે. ત્યારે છેલ્લા પાંચ દિવસ સમગ્ર કચ્છના અંતરીયાળ ગામોમાં રાજ્ય કક્ષાએથી સંસ્થાઓ એક ટીમ દરેક સ્થળે સ્વચ્છતા અભિયાનની ચકાસણી કરીને રીપોર્ટ તેયાર કર્યો છે. જાહેર રજાના દિવસે પણ આ ટીમે ઓચીંતી ગામડાઓમાં ઉતરીને સ્વચ્છતા અભિયાનનો સર્વે હાથ ધર્યો હતો. અને ઉચ્ચ કક્ષાએ સારા પ્રતિભાવની નોંધ પણ મુકાઈ છે. લોકોએ સ્વચ્છતા બાબતે અભિપ્રાય મેળવ્યો છે. તેમાં સરકારી કચેરીની બિલ્ડીંગો પણ તપાસીને રીપોર્ટ તેયાર કર્યો છે. જો ટીમે એક બે તાલુકાનો સ્વચ્છતાનો રીપોર્ટ સારો નથી લાગ્યો તે પણ એક જ રીપોર્ટ છે ત્યારે ભારત સરકારના લોકોના ઓનલાઈન ફિડબેક મતમાં કચ્છ ત્રીજા નંબરે છે. ૧૪.૬૦ ચૌદ લાખ સાઇઠ હજાર વસતી સામે ગઈ કાલથી સાંજ સુધીમા ફક્ત ૧૨ હજાર લોકાએ પોતાના અભિપ્રાયો વ્યકત કર્યા ઓનલાઈન પર ત્યારે પ્રશ્ન એ થાય છે કે, કચ્છ ભાજપના યુવા સાંસદ છે. યુવા ધારાસભ્યોએ ટીમ ભાજપ સોશ્યલ મિડીયા કે અખબાર જગતમાં નાની નાની વાતોમાં ફોટા પડાવવા તૈયાર હોય છે. ત્યારે ફિડબેકની બાબતમાં ઉદાસીન કે પછી આ કાર્યક્રમથી ભાજપના કાર્યક્રરો ઊંઘતા તો નથી ઝડપાયા ને. કે પછી નરેન્દ્ર મોદીનો આ સ્વચ્છતા અભિયાન ભાજપને કાર્યકરોને પસંદ નથી. તેવો સવાલ પણ ચર્ચાનો કારણ છે.
કચ્છ પ્રત્યે હમેશા વધીક વહાલ વરસાવતા અને જયાં જાય ત્યાં મોદીજી હંમેશા કચ્છને યાદ કરે છે. તો પછી સ્વચ્છતા અભિયાન ઓનલાઈનમાં કેમ કાર્યકરો કેમ પાછીપાની કરે છે. ખરેખર તો ભાજપના કાર્યકરોને મોદીના આ અભિયાનમાં ઢગલાબંધ લાઈક કરીને સમગ્ર કચ્છ સ્વચ્છતા અભિયાનમાં હોશે હોશે જોડાયા છે તેવું ચિત્ર ઉભું કરીને કચ્છડાની લોકોની લાગણી મોદી સુધી પહોંચડાવાની સુવર્ણ તક હતી. અને આટલું વહાલ જોઈને મોદી પણ ખુશ થાત કે કચ્છના લોકો પણ સફાઈ અભિયાનમાં મેદાન મારી ગયાં છે પણ અફસોસ આ પ્રસિધ્ધીનો લાભ કચ્છ ભાજપના ભુખ્યા કાર્યકરો ઉઠાવી ન શક્યા.હવે આ વાતની અણીદાર ચર્ચા માણી રહ્યાં છે કે, આપણે તક ચુકી ગ્યાં..હવે શું ભાજપની જુઠબંધી એટલી રાક્ષસી રૂપ ધારણ કર્યું છે ક એકબીજાને પછાડવામાંથી નિરાંત થાય તો બીજા કાર્યક્રમો પર નજર દોડાવે ને. તેવો મણભણાટ ભાજપ કાર્યલયમાંથી રણકી ઉઠયો હતો.