સ્પીપાની પ્રવેશ પરીક્ષાની તારીખ બદલાઇ, ૨૫ જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

(જી.એન.એસ.)અમદાવાદ,સ્પીપાની પ્રવેશ પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ૨૫ જુલાઇની જગ્યાએ હવે ૧૨ ઓગસ્ટે પરીક્ષા લેવામાં આવશે. અરજદારોને થઇ રહેલી મુશ્કેલીને કારણે પ્રવેશ પરીક્ષાને પાછી ઠેલવવામાં આવી છે. કોરોના મહામારીને કારણે ઓનલાઇન ફોર્મ અને ફી ભરવામાં અરજદારોને મુશ્કેલી થઇ હતી. ૨૫ જુલાઇ સુધી અરજદાર પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ અને ફી ભરી શકશે.યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૨ના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૧-૨૨ શરૂ થઇ રહ્યા છે. જેની માટે પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા ૨૫ જુલાઇએ લેવાનાર હતી જેના બદલે ૧૨ ઓગસ્ટે લેવામાં આવશે.કોવિડ-૧૯ની મહામારી અને અરજદારોના બહોળા હિતને ધ્યાનમાં લઇ જે અરજદારો ઓનલાઇન ફોર્મ ભરી શકેલ નથી અથવા જે ઉમેદવારોની પ્રવેશ પરીક્ષા ફી ભરવાની બાકી રહી ગયેલ છે, તેવા ઉમેદવારો માટે ૧૦ જુલાઇ (બપોરેના ૨ કલાકથી) ૨૫ જુલાઇ (રાતના ૧૧.૫૯ કલાક) સુધી https://ojas.gujarat.gov.in/ લિંક પુનઃ રી-ઓપન કરવામાં આવશે.૧૨ ઓગસ્ટ, ગુરૂવાર (સંભવિત)ના રોજ યોજાનાર હેતુલક્ષી પરીક્ષા માટેના પ્રવેશ પત્ર ૫ ઓગસ્ટ (બપોરના ૨ કલાક)થી ૧૨ ઓગસ્ટ (સવારના ૧૦.૩૦ કલાક) સુધી ઉમેદવારોએ મેળવી લેવાના રહેસે. વધુ વિગતો અને પરીક્ષાલક્ષી માહિતી માટે સ્પીપાની વેબસાઇટ અવાર નવાર જોતા રહેવુ.