સ્થાનિક ભચાઉ પોલીસને અંધારામાં રાખી આર.આર.સેલની ટીમે બોલાવ્યો સપાટો શિકરામાંથી ૩૪ લાખનો વિક્રમજનક શરાબ ઝડપાયો

આઈ.જી.પી. શ્રી પિયુષ પટેલને મળેલ બાતમી આધારે શરાબની ૭૯પ પેટી તથા વાહનો સહિત ૭પ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પડાયા : સ્થાનિકના જવાબદાર અધિકારી – કર્મચારીઓ સામે કેવા પગલાં લેવાશે ? પોલીસબેડામાં ચર્ચા

ગુજરાત સરકારની દારૂબંધીના લીરેલીરા ભચાઉ-કચ્છમાં દારૂના ‘હબ’ સમાન શિકરા કટીંગ-પોઈન્ટઃ જિલ્લાવ્યાપી વેપલોઃ કોની મહેરબાની?છાનબીન કરો

બુટલેગરો બેફામ-ખાખી નાકામ : બુટલેગરો તો ખુલ્લેઆમ કહે છે કે, “દારૂના વેપલોની ગોરખ પ્રવૃતીઓમાં અમારા નામો અધુરા-પધુરાં નહી..ફોટા સાથે તથા અમારા ‘પિતાજી’ના નામ સાથે અખબારી અહેવાલોમાં આપો.”.! : દારુની બદીમાં બેનામી આવકો રળતા આ બુટલેગરોને આટઆટલી હિંમત આવે છે કયાંથી? કોના જોરે આ બુટલેગરો ફાટીને ફુલેકે ચડી ચૂકયા છે..!

ખાખીના જિલ્લાના ટોંચના અધિકારીઓ..“મારી લાજ-આબરૂ તમારા હાથમાં છે”ની આજીજી જ કરવાની સ્થિતીમાં અને ગુન્હેગારો ગેલમાં…! : બુટલેગર અને તેને છાવરતા વહીવટદારો-ભ્રષ્ટ ખાખીધારીઓ સામે
કડકાઈ કરી દેખાડી હોત તો નાલેસી ભોગવવાની ન આવત સ્થિતિ..! પણ ખાટલે મોટી ખોટ તો એ જ છે કે, પૂર્વ કચ્છના કાની(સેનાપતિ)ખુદ કોન્સ્ટેબલની દસ હજારની કટકીમાં પણ ભાગબટાઈની આશા રાખે છે..
તેઓ કાયદાનો દંડો ઉગામે કયાંથી..? : દરેક ૫ોલીસ મથકની વીઝીટ કરવા પાછળનું રહસ્ય શું…?

ગાંધીધામ : બુટલેગરો બેફામ-ખાખી નાકામનો તાલ સામે આવવા પામી રહ્ય છે. નોધનીય છે કે, હજુ તો લાખોના મુદામાલ સાથે દારૂનો જથ્થે ભુજના પદ્વર પાસે અને પૂર્વ કચ્છમાથી પણ પકડાયાના અહેવલો સમ્યાજ નથી ત્યા અહીના શિકરા પાસે ફરીથી લાખોના શરાબનો જથ્થેા ઝડપાઈ ગયો છે. શિકરા અને ભચાઉ પટ્ટો દારૂનો હબ બની ગયો છે. શિકરા કટીંગ પોઈન્ટ હોવાનુ મનાય છે. અહીથી જ દારૂનું કટીંગ કરી અને ઠેર ઠેર જિલ્લાવ્યાપી સપ્લાય કરવામા આવી રહ્યો હોવાનુ મનાય છે. અહી બુટલેઘરો કેટલા બેફામ બની ગયા છે તેનો વરવો ચિત્તાર તો એ વાત પરથી જ આવી જાય છે કે, બુટલેગરો તો ખુલ્લેઆમ કહે છે કે, “દારૂના વેપલોની ગોરખપ્રવૃતીઓમાં અમારા નામો અધુરા-પધુરાં નહી..ફોટા સાથે તથા અમારા ‘પિતાજી’ના નામ સાથે અખબારી અહેવાલોમાં આપો.”.! દારુની બદીમાં બેનામી આવકો રડતા આ બુટલેઘરોને આટઆટલી હિમંત આવે છે કયાથી? કોના જોરે આ બુટલેઘરો ફાટીને ફુલેકે ચડી ચૂકયાં…છે..! ખરેખર તે પણ અહી તપાસનો વિષય બની ગયો છે.
જાણકારવર્ગ તો એવી પણ માર્મિક ટકોર કરી રહ્યા છે કે, ખાખીના જિલ્લાના ટોંચના અધિકારીઓ..“મારી લાજ-આબરૂ તમારા હાથમાં છે”ની આજીજી જ કરવાની સ્થિતીમાં જ રહ્યા છે તેવામાં તો અહી માથાભારે અને શીરજારે ગુન્હેગારો ગેલમાં.હોય તેમાં વળી નવી નવાઈ પણ શેની? બુટલેગર અને તેને છાવરતા વહીવટદારો-ભ્રષ્ટ ખાખીધારીઓ સામે કડકાઈ કરી દેખાડી હોત તો નાલેશી ભોગવવાની ન આવત સ્થિતી..! પણ. ખાટલે મોટી ખોટ તો એ જ છે કે, પૂર્વ કચ્છના સુકાની(સેનાપતિ)ખુદ કોન્સ્ટેબલની દસ હજારની કટકીમાં પણ ભાગબટાઈની આશા રાખે છે..તેઓ કાયદાનો દંડો ઉગામે કયાથી..?બીજી તરફ દરેકે દરેક ૫ોલીસ મથકની વીઝીટ કરવા પાછળનું રહસ્ય શું હતું તે મુદ્દો પણ ગણગણાટ સર્જી રહ્યો છે.

 

ભચાઉ : તાલુકાના શિકરા ગામની સીમમાં સરહદી બોર્ડર રેન્જના આઈજીપીને મળેલ પૂર્વ બાતમી આધારે આર.આર. સેલની ટીમે છાપો મારી જુદા જુદા બ્રાન્ડની ૭૯પથી વધુ શરાબની પેટીઓ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા જ્યારે શરાબનું કટીંગ કરી જુદા જુદા જથ્થો મોકલવા ઉપયોગ માટે રાખેલ વાહનો સહિત ૭પ લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આર.આર. સેલની ટીમે લાખોનો શરાબ ઝડપી પાડતા સ્થાનિકના પોલીસ અધિકારી – કર્મચારીઓ સામે કેવા પગલાં લેવાશે તેવી અનેક ચર્ચાઓ પોલીસબેડામાં વહેતી થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ચિમ કચ્છ ભુજ એમ ચાર જિલ્લાઓને સાંકળતી સરહદી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલની ટીમ દારૂ – જુગારની બદીઓ નેસ્તનાબુદ કરવા માટે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.આર.સેલના પીએસઆઈ એ. આર. રબારીને મળેલ પૂર્વ બાતમી આધારે ભચાઉ તાલુકાના શિકરા ગામની સીમમાં છાપો મારવામાં આવ્યો હતો. જયાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ પોલીસે જુદા – જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની ૭૯પથી વધુ પેટી પકડી પાડી હતી. જેની કિંમત અંદાજીત ૩૪ લાખ આંકવામાં આવી હતી. તો સ્થાનિકે પડેલા વાહનોમાં પીકઅપ ડાલો જીપ, બે કવાલીસ, એક ટાટા જેનોન, મારૂતિ રીટસ તથા એક ટ્રક સહિત અંદાજીત ૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી હતી. તો દારૂ સંદર્ભે ચાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ લખાય છે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોધાયેલ ન હોઈ આરોપીઓના નામો તેમજ દારૂના જથ્થા અંગેનો ચોક્કસ આંક જાણી શકાયેલ નથી.
દારૂનો જથ્થો ઝડપી પાડવાની કામગીરીમાં પીએસઆઈ એ. આર. રબારી સાથે સ્ટાફના નરેન્દ્રસિંહ જાડેજા, કીરિટસિંહ ઝાલા, હરદેવસિંહ સરવૈયા, જયંતીલાલ વાઘેલા, પ્રેમજીભાઈ સામળીયા, અબ્દુલભાઈ સમેજા, દિનેશ ભટ્ટી તથા સારથી મજીદભાઈ સમા વિગેરે જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રેન્જ આઈજી શ્રી પિયુષ પટેલે રેન્જનો ચાર્જ સંભાળતાની સાથે જ અંજારમાંથી આર.આર. સેલની ટીમે પાંચ લાખથી વધુનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો અને અંજાર પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીની નિષ્કાળજી બદલ પી.આઈ.ને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આજે ભચાઉ તાલુકાના શિકરા સીમમાં સ્થાનિક પોલીસને અંધારામાં આર.આર.સેલની ટીમે છાપો મારી ૩૪ લાખથી વધુનો શરાબ ઝડપી પાડતા સ્થાનિક પોલીસના જવાબદાર અધિકારી – કર્મચારીઓ સામે કેવા પ્રકારના પગલાં ભરાશે તેના પર મીટ મંડાઈ છે.