સ્કીલ ડેવલપમેન્ટ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મસ્કા ગ્રામ પંચાયતનું શ્રેષ્ઠ આયોજન

ભુજ : લોકો આત્મનિર્ભર બને અને સ્ત્રી સશ્ક્તિકરણ બાબતે પણ સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બહેનો પગભર થઈ આત્મનિર્ભર બને અને એમને આજીવિકાનું સાધન મળી રહે તથા બહેનો માં રહેલા કલા કૌશલ્યને યોગ્ય માર્ગ દર્શન મળે તેવા ઉમદા હેતુ સાથે સ્કીલ ડેવલપમેન્ટનું જન શિક્ષણ સંસ્થા અને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

    જે અન્વયે બહેનો માટે બ્યુટી પાર્લર,સીવણ,વર્ક, મહેંદી,નેલ આર્ટ,જેવા અનેક ક્લાસિસ ચલાવી બહેનો ને માર્ગદર્શન અપાયું તથા તાલિમ મેળવી ચૂકેલી બહેનો ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મસ્કા,માંડવી,બાગ અને ગુંદિયાલી સહિત ની આજુબાજુ વિસ્તારની બહેનો બહોળી સંખ્યા માં જોડાઈ હતી. આ સાથે સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરી સફાઈ નું મહત્વ સમજાવી સ્વચ્છતા જાળવવા ઉપસ્થિત સર્વે લોકો એ સપથ પણ  લીધા હતા. આ પ્રસંગે મસ્કા સરપંચશ્રી કિર્તી ગોર, નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ, તાલુકા પંચાયત ના શિલ્પા બેન,આરોગ્ય વિભાગ ના શ્રી જવાહર ભાઈ, તાલુકા પંચાયત ના શ્રી ગરવા ભાઈ તલાટી શ્રી અનિલ પટેલ શ્રી ચંદુભાઈ, શ્રી રેખાબેન,સંસ્થા ના સાલમાબેન ઉપસ્થિત રહ્યા હતા.