સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌભાંડઃ તપાસ માટે ૫ સભ્યોની કમિટી બનાવાઇ

(જી.એન.એસ.)રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌભાંડનો મામલો સામે આવ્યો છે યુનિવર્સિટીમાં માટી નાખવાના બહાને ખોટા બિલ રજૂ કરવામાં આવતા હતા અને લાખોની પડાવી લેવામાં આવતા હતા પરતું ઓડિટ વિભાગને શંકા જતા માટી નાખનાર ટ્રેક્ટરનો નંબરને આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.યુનિવર્સિટીના ઓડિટ વિભાગની તપાસમાં બહાર આવ્યુ કે બિલમાં જે નંબર આપવામાં આવતા હતા તે ટ્રેક્ટરને બદલે કારનો જણાઈ આવ્યો હતો જે બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે મહત્વનું છે કે યુનિવર્સિટીમાં ચાલતા આ કૌભાંડ મામલે ખૂદ કુલપતિ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે જેને લઈ યુનિવર્સિટીની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ યુનિવર્સિટીના કેટલાક થયેલા કૌભાંડ પર પડદો પાડવાનું કામ કરી રહ્યા છે કૌભાંડમાં સંડોવાયેલાને બચાવવા પ્રયાસ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી કહ્યું કે, આવું કોઈ કૌભાંડ થયું નથી, આવું કોઈ કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે માટી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે તેમાં માટી નાખ્યા વિના જ રૂપિયા ૭.૫ લાખ બિલને પાસ કરી દેવામાં આવ્યા છે, ત્યારે યુનિવર્સિટીની સત્તાધિશો શંકાને ઘેરામાં આવ્યા છે. ખોડી બિલો બનાવીને આચવામાં આવતા કૌભાંડ પાછળ કોણ જવાબદાર છે તેને લઈ યુનિવર્સિટીને તપાસ કમિટીને રચના કરી છે જે આગામી ૧૫ દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડ મામલે તપાસ કમિટીની પ્રથમ બેઠક બુધવારે મળશે અને આ કૌભાંડ કેવી રીત આચરવામાં આવ્યું કોણ મુખ્ય આરોપી છે કોની દેખરેખ હઠેળ આ ષડ્યંત્ર કરવામાં આવ્યું છે જેને લઈ તપાસ કરવામાં આવશે.