સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીનો જૂજ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર એલર્ટ

નવસારી : સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડાંગ વલસાડ અને નવસારી જિલ્લો વરસાદી પાણીમાં છેલ્લા ૩ દિવસથી ભીંજાય રહ્યો છે લોકમાતા સાથે ચેકડેમો અને ડેમ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લામાં આવેલા જૂજ ડેમ ૧૬૭.૫૫ પર ઓવરફલો થયો છે. જેને લઈને વાંસદા ચીખલી અને ગણદેવી મળીને ૨૪ ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કરી દીધા છે. હાલ જૂજ ડેમમાં ૫૨૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. જ્યારે ભારે વરસાદના પગલે નવસારી અમાલસાડને જોડતો ધમડાછા બ્રિજ બંધ કરાયો છે.જિલ્લામાં જૂજ અને કેલીયા ડેમ આવેલા છે જે જિલ્લાની પાણી જરૂરીયાત સંતોષે છે અને નહેર આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બને છે ત્યારે જિલ્લાને સમગ્ર વર્ષનું જરૂરરિયાતના પાણીનો સંગ્રહ થયા બાદ જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્ર અલર્ટ બન્યું છે ઉપરવાસમાં વરસાદ અવિરત રહ્યો છે તો સ્થિતિ કાબુ બહાર જઈ શકે છે જેથી પાણી ભરાવાથી અસરગ્રત ગામોને એલર્ટ કરાયા છે.નવસારી અને વલસાડથી જોડતા ધમડાછા બ્રિજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં અંબિકા નદીમાં પાણીની આવકમાં સતત થઈ રહેલા વધારાને કારણે બ્રિજ ઉપરથી પાણી ફરવાના સંકેતો પ્રાપ્ત થતા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અલર્ટ બનીને વાહન ચાલકોને આ બ્રિજ પરથી આવવા જવા માટેની મનાઇહુકમ ફરમાવ્યો છે