સૌરાષ્ટ્રને ભુજથી જોડતી એસ.ટી.ની ૬ વોલ્વો-લક્ઝરી બસ થશે શરૂ

ભુજ : ખાનગી ટ્રાવેલ્સને ટક્કર આપવા માટે એસ.ટી. દ્વારા સુવિધા વધારવાની સાથે અત્યાધુનિક બસો પણ માર્ગો પર ઉતારી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રને ભુજ સાથે જોડતી ૬ વોલ્વો લક્ઝરી બસ ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગેની વિગતો મુજબ એસ.ટી.ની ર૭ નવી વોલ્વો લક્ઝરી બસ ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં રાજકોટ, પોરબંદર અને જુનાગઢથી ભુજ વચ્ચે લકઝરી બસ, વેરાવળ- ભુજ વોલ્વો અને જુનાગઢ- ગાંધીધામ વચ્ચે વોલ્વો એ.સી. બસ શરૂ થશે. નવી બસો શરૂ થવાથી એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.