સૌરાષ્ટ્રના ભંગાણને અટકાવવા કોંગ્રેસમાં દોડધામ : કુંવરજી બાવળીયાને મળવા દોડી આવ્યા રાજીવ સાતવ

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું મોટુ નામ એવા કુંવરજી બાવડીયા કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાની વાત સામે આવતા જ હવે પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ કુંવરજીને મળવા દોડી ગયા છે. ગઈકાલે કુંવરજીના રાજનામાની વાતો સામે આવી હતી.
જો કે બીજીતરફ ખુદ કુવરજી બાવળડીયા ખુદ કહી રહયા છે કે અમે સક્રીય જ છીએ. નારાજગીની વાતને સમર્થન આપ્યુ જ ન હતુ. જો કે તેઓએ કહ્યુ કે ,પક્ષને માટે વફાદારીપૂર્વક જેઓ કામ કરી રહ્યા છે તેના માટે હાઈકમાન્ડ વિચારે તેવી વાત પણ કરી હતી.