સૌનો સાથ-સૌનો વિકાસ બ્રીકસમાં હિન્દી-ચીની ભાઈ-ભાઈ આતંકવાદ-સાયબર સુરક્ષા મુદે પગલા લેવાની ટકોરનુ પુનરોચ્ચા

ર કરી મોદીએ પાકીસ્તાનને આપ્યો કડક સંદેશ

 

સૌથી મોટા વિકાસશીલ રાષ્ટ્ર છે ભારત-ચીન : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જિનપીંગ વચ્ચે દ્વીપક્ષીય બેઠકમાં ઉભયપક્ષે સહકાર માટે થયા પરામર્શ :બ્રીકસ સંમેલનની સફળતા માટે મોદીએ જિનપીંગને પાઠવ્યા અભિનંદન : ભારત સાથે શાંતિપૂર્ણ સબંધની જિનપિંગે વ્યકત કરી મહેચ્છા

 

 

પંચશીલના સિદ્ધાંતો પર ભારત  સાથે કામ કરવા ચીન તૈયાર
શિયામેન(ચીન) : બ્રીકસ સમીટના એજન્ડાથી અલગ ભારતના પીએમમોદી અને ચીનના પ્રસીડેન્ટ શી જિનપીંગ વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા યોજાઈ છે. ડોકલામ વિવાદ બાદ બન્ને નેતાઓ વચ્ચે આ પ્રથમ મીટીંગ યોજાઈ છે. જા કે સુત્રોની વાત માનીએ તો આ બેઠકમાં ડોકલામ વિવાદ અંગે ચર્ચા કરવામા આવી નથી. આ વિવાદ આંશીક રીતે ઉકેલાઈ જવા જ પામી ગયો છે. ચીન પ્રેસેડીન્ટે કહ્યુ છે કે બન્ને દેશો પાડોશી મુલક છે. બન્ને મજબુત અર્થવ્યવસ્થા ધરાવે છે. ચીન ભારત સાથે મળીને પંચશીલના સિદ્ધાંતો ઉપર કામ કરવા તૈયાર થયા છે.

 

 

મોદી-જીનપીંગ વચ્ચે  દ્વીપક્ષીય વાર્તાની હાઈલાઈટસ
• વિદેશ સચિવે એસ.જયસંકરે પીએમમોદીઅને ચીનના રાષટ્રપતી શી જિનપીંગની મુલાકાત અંગે કહ્યુ કે બોર્ડર પર શાંતી બનાવી રાખવા પર બની સહમતી•પરસ્પર વિશ્વાસ વધારવા પર થઈ વાતચીત • મોદી-જીનપીંગ વચ્ચે એક કલાક ચાલી વાતચીત• ભારત-ચીન વચ્ચે સ્વસ્થ-સ્થીર સબંધ પર મુકાયો ભાર

 

બિજીંગ : ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચીનના પ્રવાસે છે. બન્ને દેશો વચ્ચે ડોકલામ વિવાદ બાદ મોદીની આ પ્રથમ બેઠક છે. જા કે ડોકલામનો સરહદી વિવાદ મોદીના ચીન પ્રવાસ પહેલા જ ઉકેલાયો હોવાના સંકેતો આપવામા આવ્યા હતા. દરમ્યાન જ હવે આજ રોજ નરેન્દ્ર મોદીએ બ્રીકસ સંમેલનમાં સંબોધન કરી અને સૌનો સાથ સૌનો વિકાસના મુદે સૌને આગળ આવવા આહવાન કર્યુ હતુ. તો વળી બ્રીકસના મંચ પરથી જ વધુ એક વખત મોદીએ પાકીસ્તાનને કડક સંદેશ આપ્યો છે.
નોધનીય છે કે, મોદીએ બ્રીકસના મંચ પરથી કહ્યુ છે કે, આવનારો દાયકો સોને માટે મહત્વપુર્ણ છે. ભારત સરકારે ડીજીટલ ક્ષેત્રમાં ઘણુ કામ કર્યુ છે. સોનો સાથે સૌનો વિકાસના સુત્ર આપવા ાથે જ મોદીએ બ્રીકસના મંચ પરથી પાકને કડક સંદેશો વહેતો કર્ય હોય તેમ કહ્યુ કે, આતંકવાદ સામે લડવા વધુ પગલા લેવા જરૂરી બન્યા છે ઉપરાંત સાયબર એટેક મામલે પણ સતર્કતા દાખવી સમયની માંગ બની છે.
ઉપરાંત જ નરેન્દ્ર મોદી અને જિનપીંગની વચ્ચે પણ આજ રોજ સવારે સાડા દસ કલાકે જ દ્વીપક્ષીય ચર્ચાનો દોર શરૂ થવા પામી ગયો છે. જેમાં નરેન્દ્ર મોદીએ જિનપીંગનેબ્રીકસના સફળ આયોજનબદલ અભિનંદન પાઠવ્યા હતા. તો જિનપીંગ દ્વારા પોતાના તરફથી અપીલ કરતા કહ્યુ હતુ કે, ભારત-ચીન સાથે મળીને કામ કરશે. ભારત સાથે શાંતીપૂર્ણ સબંધ ઈચ્છીએ છીએ. ભારત અને ચીન મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવે છે. બન્ને દેશો પાડોશી દેશો છે. બન્ને દેશો માટી અર્થવ્યવસ્થા ધરાવાવની સાથે જ મોટા વિકાસશીલ દેશો છે.