સૌનો સાથ સૌના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ

કેન્દ્ર- રાજ્ય સરકાર વિવિધ જન સુખાકારીની યોજનાઓથી છેવાડાના માનવીનો વિકાસ કરવા પ્રતિબદ્ધ : વિનોદભાઈ ચાવડા (સાંસદશ્રી)

ભુજ : આપણા રાજ્યના સંવેદનશીલ અને આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના’ હેઠળ આજે સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં આજના દિવસે ર૦૯ જેટલા સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૪ વર્ષ સુધી ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે આરૂઢ રહ્યા હતા. તેઓ રાજયના વિકાસના નવા આયામો પર લઈ ગયા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસ કાર્યોની વણથંભી યાત્રા આગળ ધપાવાઈ રહી છે, તેનો યશ નરેન્દ્રભાઈ મોદીને જાય છે. નરેન્દ્રભાઈ મોદી થકી ગુજરાત રાજય વિકાસના નવા સીમા ચિહ્નો સ્થાપી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, પાંચ વર્ષના કાર્યક્રમ સંદર્ભે કેટલાક લોકો આલોચના કરી રહ્યા હતા. આપણી સરકાર કોઈ ઉજવણી કરી રહી નથી. માત્ર આવશ્યક કેટલાક વિષયોના આધારે સરકાર લોકો સુધી વિકાસનું ભાથું લઈ જઈ
રહી છે. સજ્જનો છેલ્લા પાંચ વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઈચ્છાશક્તિથી સંવેદનશીલતાપૂર્વક, પરિણામલક્ષી, નિર્ણાયકતા દાખવી જન જનને પારદર્શક શાસનની પ્રતીતી કરાવી પ્રગતિશીલતા દર્શન કરાવ્યા છે.ભાઈઓ-બહેનો… ગુજરાત આજે ફાસ્ટ ટ્રેક ઉપર વિકાસના નવા સોપાનો સર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રબોધેલા ગુજરાતના જનહિતના રાહ ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ ગુજરાતની જનતાની પડખે સતત ઊભા રહ્યા છે. દોસ્તો.. પાંચ વર્ષના આ સુશાનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ છે તે અંતર્ગત આજે તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ તરીકે યોજાઈ રહાયો છે.પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સંવેદનશીલ સરકારે છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડયો છે. જન જન સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડયા છે. રાજય સરકાર નવી નવી યોજનાઓનો શુભારંભ કરાવી સમાજના તમામ વર્ગને તેમાં સમાવી રહી છે.આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા, પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંગ, કચ્છ યુનિ.ના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજા, કુલસચિવ ઘનશ્યામભાઈ બુટાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલ શાહ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ભીમજીભાઈ જોધાણી, રાહુલ ગોર, અશોક હાથી, ડો.કાશ્મીરા મહેતા, બી. એન. સુથાર, ડો. વિજય વ્યાસ, પી. એસ. હિરાણી, સી. એસ. ઝાલા, ગીરીન બક્ષી, એમ. બી. ઝાલા, આર.બી. બસીયા, મુકતજીવન મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી, સહિતના હાજર રહ્યા હતા.

  • ગૃહમંત્રીના હસ્તે ટેબલેટ વિતરણ
    યુનિવર્સિટીના શોધ અને સ્રૂજીરૂ યોજના અન્વયે ચેક પણ અપાયા
    ભુજ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે પાંચ વર્ષનો યશસ્વી સમય પૂર્ણ કર્યો છે જે અન્વયે આજરોજ ૧લી ઓગષ્ટના સમગ્ર રાજયમાં “જ્ઞાન શકિતદિન” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કલેકટરના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટી ખાતે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ વિભાગના SHODH-SCHEME OF DEVLOPING HIGH RESEARCH ના તેમજ MYSY-MUKHYAMANTRI YUVA SVAVLAMBAN YOJNAના લાભાર્થીઓને શિષ્યવૃતિના ચેકનું વિતરણ તેમણ વિવિધ કોલેજીસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નમો ટેબ અંતર્ગત ટેબલેટનું વિતરણ ગૃહમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.