‘સૌને શિક્ષા-સારી શીક્ષા’ બોર્ડના પરીક્ષાર્થીઓને મોદીનો મંત્ર : પરીક્ષાને બનાવો તનાવમુકત ઉત્સવ

તણાવમુકત પરીક્ષા મુદે વિદ્યાર્થીઓ સાથે પીએમએ યોજયો ‘પરીક્ષા પર ચર્ચા’નો વાર્તાલાપ : ૧૦ કરોડ દેશવ્યાપી વિદ્યાર્થીઓ જોડાયા

પીએમના વાર્તાલાપના મુખ્ય અંશ..
• આજે મારી પરીક્ષા છે, તમે મારી પરીક્ષા લઈ રહ્યા છે. • મારા અંદરના વિદ્યાર્થીને મે હમેશા જીવંત રાખ્યો • અહમ બ્રહ્માસી..હું જબ્રહ્મનું સ્વરૂપ છું • દરેકની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ • દરેક વ્યકિતએ કસોટીમાથી પસાર થવુ જોઈએ• વિવેકાનંદ હમેશા કહેતા કે અહમ બ્રહ્માસી •સફળતા માટે આત્મવિશ્વાસ જરૂરી • આત્મવિશ્વાસ વિના દેવી-દેવતા પણ કાંઈ ન કરી શકે • આ વડાપ્રધાન મોદીનો નહી-વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે • આત્મવિશ્વસ ભાષણો સાંભળવાથી નથી આવતો • ધ્યાન કોઈ વિદ્યા નથી • ધ્યાન કેન્દ્રીત કરવા પોતાની જાતનું વિશ્લેષણ કરો • મોદીજીએ સચિન તેંડુલકરનું આપ્યું ઉદાહરણ – વર્તમાનમા જીવવાની આપી શીખ • તમે વડાપ્રધાન સાથે વાત કરો છે તે ભુલી જાવ-હું તમારો અને તમારા પરીવારનો મિત્ર છું •દરેક ડગલે પ્રયત્ન કરતા રહેવાથી આત્મવિશ્વાસ વધે છ • સ્વચ્છતા અભિયાનને મીડીયાએ સકારાત્મક પ્રસિદ્ધી આપી • પહેલા નકકી કરો તમે કઈ વસ્તુઓ માટે સમર્થિત છો • માતા-પિતાના ઈરાદાઓ પર શંકા ન કરો• ભારતનું બાળક જન્મજાત રાજકારણી હોય છે • અન્ય બાળકો સાથે પોતાના બાળકની સરખામણી ન કરો • ડોકસ કરવુ હોય તો ડીફોકસ કરતા શીખી જવ • ડી ફોકસ થવાને માટે બાળપણની આદતો તરફ વળો • ઈમોશન પ્રેરણાનો મોટો સ્ત્રોત છે • એકાગ્રતા માટે મન-હદૃયને એકસાથે લાવવા જરૂરી • ખેલજગતમાં મોટી હસ્તીઓની કોઈ ડીગ્રી નથી પુછતું • પ્રતીસ્પર્ધામાં ઉતરીએ એટલે તણાવ વધે છે • પરીવારમાં તણાવનું વાતાવરણ નુકસાનકારક બને છે • દરેક બાળકમાં પરમશકિત હોય છે

નવી દિલ્હી : ધો. બાર અને દસમા બોર્ડના વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા મુદે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમથી વાર્તાલાપ કર્યો હતો અને સૌને શિક્ષણ-સારૂ શિક્ષણનો સુત્ર આપવાની સાથે જ પરીક્ષાને તનાવમુકત ઉત્સવની ઉજવણી બનાવવાની અપીલ કરતો મંત્ર આપ્યો હતો. તેઓએ હળવા અને સ્વસ્થ મને પરીક્ષા આપવા સૌ છાત્રોને અનુરોધ કર્યો હતો..કાર્યક્રમ શરૂ થતા પહેલા પ્રકાશ જાવડેકર દ્વારા પ્રવચન આપતા કહ્યુ હતુ કે, પરીક્ષા રાજનીતીનો વિષય નથી. પ્રથમ વખત કોઈ વડાપ્રધાને બાળકો સાથે વાર્તાલાપ કર્યાનો આજે અવસર આવ્યો છે.
પરીક્ષાને તહેવારની જેમ ઉજવવાનું આહવાન કર્યુ હતુ. મન કી બાતમાં વડાપ્રધાન દ્વારા પરીક્ષાના સમયે પોતાના વિચારો રજુ કર્યા છે ત્યારે આજે દેશભરના ૬ લાખ સ્કુલમાં અને અન્ય કોલેજમાં ૧૦ કરોડ છાત્રો-પ્રાધ્યાપકો આજે જોઈ રહ્યા છેઅ ને સાંભળી રહ્યા છે. આવો વિશાળ અને ભવ્ય કાર્યક્રમ યોજાવવા પામી રહ્યો છે.
સારૂ શિક્ષણ સોને મળે અને વિદ્યાર્થીઓ મનોબળની રીતે પણ મજબુત બને તે માટેના પણ સરકારના પ્રયાસોની વાત કરી હતી. આજ રોજ યોજયેલા આ વાર્તાલાપ વખતે પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન, જીતેન્દ્રસિંગજી, સત્યપાલ સિગ, ઉપેન્દ્ર કુશ્વાહ સહિતના મંત્રીઓ, પ્રધાનો અને મોટી સંખ્યામં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.