સૌએ સાથે મળીને ગુજરાતને શિક્ષણમાં આગળ લઇ જવું છે : વિજયભાઇ રૂપાણી

રાજ્ય સરકારે સ્માર્ટ કલાસ રૂમ થકી શાળાઓમાં ટેકનોલોજીથી સજજ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી છે : મુખ્યમંત્રી : અંજાર તાલુકાના સતાપર ગામે આહિર સમાજ સંચાલિત ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલનું લોકાર્પણ કરાયું

સતા૫રમાં આહિર સમાજની દીકરીઓ માટે શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે : રાજ્યમંત્રી વાસણભાઇ આહિર

અંજાર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સતા૫ર ગામે કચ્છ પાટણ પ્રાથરીયા આહિર સમાજ સંચાલિત ગોવર્ધન આહિર કન્યા વિદ્યા સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ સંકુલનું લોકાર્પણ કરી શાળામાં દિકરીઓ માટે જુદી-જુદી શૈક્ષણિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જણાવ્યુ હતું કે, સૌએ સાથે મળીને શિક્ષણમાં ગુજરાતને હજુ વઘુ આગળ લઇ જવું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ કયાંય પાછા ન પડે અને દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને શિક્ષણ માટે સક્ષમ બને તે માટે ગુજરાત સરકાર કામ કરી રહી છે.મુખ્યમંત્રીએ આહિર સમાજના કન્યા કેળવણીના સેવાયજ્ઞને બિરદાવીને કહ્યુું કે, કન્યા કેળવણી થકી આપણે ગુજરાતની ભાવી પેઢીને ઉજજવળ કરવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો – બેટી ૫ઢાવોના સુત્રને સાર્થક કરવુ છે. મુખ્યમંત્રીએ ગુજરાતને શિક્ષણનું હબ બનાવવું છે તેમ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની સરકારી શાળાઓમાં સ્માર્ટ ડીઝીટલ કલાસ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ૯ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે. આ તકે મુખ્યમંત્રીએ આહિર સમાજના આ સંકુલમાં સ્માર્ટ કલાસ રૂમ બનાવવા સુચન કર્યુ હતું.આ તકે રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે સમાજના શૈક્ષણિક હેતુ માટેના કાર્યમાં ઝડપી તત્પરતા દાખવી છે. કચ્છ પાટણના પ્રાથરિયા આહિર સમાજ દ્વારા સતાપરમાં મોટું સંકુલ ઉભુ થયુ છે. જયાં દિકરીઓ શિક્ષણ મેળવી પ્રગતિ કરશે. મુખ્યમંત્રીએ સમય ફાળવીને સમાજના શિક્ષણના કાર્ય માટે હાજરી આપી તે માટે તેઓનો આભાર માન્યો હતો. તેમજ ગોવર્ધન કન્યા વિદ્યાલયનો વિગતવાર પરીચય આપ્યો હતો.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે જ્યારે પણ આહિર સમાજે કંઈ માંગ્યું છે ત્યારે સરકારે પાછીપાની કરી નથી. આજના આ પ્રસંગે તેમણે મુખ્યમંત્રી પાસે વધુ એક માંગણી મુકી છે. જેમાં સ્કૂલ પાસે આવેલી જમીન શાળાને આપવામાં આવે. આ જમીનના ભાવ કલેક્ટર દ્વારા દોઢ કરોડ રૂપિયા નિશ્ચિત કરાયા છે, પણ સમાજની યુવા પેઢી શિક્ષીત બને તે હેતુસર જમીનની જરૂરિયાત હોવાથી સરકાર અડધા ભાવે જમીન આપે તેવી માંગણી કરી હતી.કાર્યક્રમના પ્રારંભે ત્રિકમદાસજી મહારાજે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેઓએ જણાવ્યુ હતું કે, સંકુલમાં ૧૫૦૦ દિકરીઓ માટે રહેવાની અને ૨૫૦૦ દિકરીઓ માટે ભણવાની વ્યવસ્થા છે. આહિર સમાજના યુવા અગ્રણી અને કચ્છ આહિર મંડળના પ્રમુખ ત્રિકમભાઈ આહીરે જણાવ્યું હતું કે, સચ્ચિદાનંદ મંદિર સંપ્રદાયના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજની પ્રેરણાથી સંકુલ ઉભું કરાયું છે. સતાપરના અગ્રણી તાલુકા પંચાયતના માજી પ્રમુખ વાસણભાઈ વિશાભાઈ માતા દ્વારા વિદ્યા સંકૂલ માટે જમીન અપાઈ છે. આ સંકૂલમાં પ હજાર લોકોની ક્ષમતા ધરાવતું અદ્યતન ઓડિટોરિયમ ૩ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રપ૦૦ દીકરીઓ અભ્યાસ કરી શકશે. સંકુલમાં પ૪ કલાસ રૂમ, લેબોરેટરી, લાયબ્રેરી, સ્ટાફ રૂમ સાથે હોસ્ટેલ ભવનમાં ૧રપ રૂમો, વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. ધોરણ ૯થી ૧રની સમાજની વિદ્યાર્થીઓનીએ પ્રવેશ આપીને આ અદ્યતન વિદ્યા સંકૂલ છાત્રાલયનો પ્રારંભ કરવામા આવશે. આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહિર અને શૈક્ષણિક સંકુલના ભૂમિદાતા વાસણભાઇ વીસાભાઇએ તેમજ ટ્રસ્ટી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રીનું આગવું સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમના પ્રારંભમાં વ્રજવાણી આહિર સમાજનો બેડારાસ ધાણેટી ગામની બહેનો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાય-અંજારના મહંત પુજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજનું સ્વાગત કચ્છ આહિર મંડળના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે, કચ્છી મંત્રી વાસણભાઈ જી. આહિરનું ભૂમિદાતા વાસણભાઈ વીસાભાઈ માતાએ, કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાનું રાણાભાઈ રવાભાઈ ડાંગરે, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાનું હરીભાઈ હીરાભાઈ જાટીયાએ, ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યનું દેવરાજભાઈ બી. વરચંદે, વિરેન્દ્રસિંહજી જાડેજાનું આલાભાઈ ભચુભાઈ છાંગાએ, પ્રધ્યુમનસિંહજી જાડેજાનું ગોપાલભાઈ ખેંગારભાઈ આહિરે, કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.નું રણછોડભાઈ ગોપાલભાઈ ડાંગરે, પૂવર્‌ કચ્છ એસ.પી. મયુરભાઈ પાટીલનું ધનજીભાઈ શામજીભાઈ ચાડે સ્વાગત કર્યું હતું.રૂપિયા ૩૪૭પ કરોડના ખર્ચે ફર્સ્ટ ફેજના નર્મદાના નીરથી ટપ્પર ડેમથી સતાપર, રતનાલ વગેરે ડેમો ભરી આ વિસ્તારના ખેતી ક્ષેત્રે વિકાસકાર્યને વેગ આપવા બદલ માનનીય મુખ્યમંત્રીનું ખેડૂતો દ્વારા કળશથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર સંકુલનું ખૂબ જ મજબુત અને આધુનિક બાંધકામ કરવા બદલ પ્રેમવતી ઈન્ફ્રાસ્ટ્રકચરના વસંતભાઈ પટેલનું માન. મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર સંકુલની ડિઝાઈન બનાવનાર આર્કિટેકચર કે જેમની ચોથી પેઢી સતત સમાજસેવાના કાર્યમા જોડાયેલ છે તે આનંદભાઈ અરજણભાઈ માતા અને તેમના મિત્ર ફેજલભાઈ ખત્રીની નોંધપાત્ર કામગીરીની નોંધ લેવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ માતા અને આભારવિધી રણછોડભાઈ વાસણભાઈ આહિરે કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્યો સર્વ ડો. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય, અગ્રણી દિલીપભાઈ ત્રિવેદી, ત્રિકમભાઈ વાસણભાઈ આહિર (પ્રમુખ કચ્છ આહિર મંડળ), ગોપાલભાઈ ખેંગારભાઈ છાંગા, દેવરાજભાઈ ભીમાભાઈ વરચંદ, કનાભાઈ હીરાભાઈ છાંગા, શામજીભાઈ જીવાભાઈ બાલાસર, રણછોડભાઈ ગોપાલભાઈ આહિર, રૂપેશભાઈ રણમલભાઈ પટેલ, વાઘજીભાઈ છાંગા, બીજલભાઈ ઉંદરીયા, શામજીભાઈ બીજલભાઈ વિરડા, દિપભાઈ હમીરભાઈ વિરડા, પ્રદિપભાઈ શામજીભાઈ મ્યાત્રા, કપિલભાઈ ઉપાધ્યાય, મિતભાઈ ગોયલ, વિષ્ણુભાઈ કોડીવાર, પ્રવિણભાઈ આહિર, વિશાલભાઈ આહિર, ભરતભાઈ આહિર, ભુરાભાઈ આલાભાઈ, શામજીભાઈ ઉખળમોરા વાળા, રાણાભાઈ રામપીયાભાઈ વીરા, રામજીભાઈ ભુરાભાઈ ડાંગર, હરીભાઈ ધનાધન, માદેવભાઈ ધનજીભાઈ આહિર, ગોકળભાઈ કાનજીભા ડાંગર, ભરતભાઈ હરીભાઈ પટેલ, રાણાભાઈ રવાભાઈ ડાંગર, હરીભાઈ હીરાભાઈ જાટીયા, આલાભાઈ જીવાભાઈ, કાનજીભાઈ વાસણભાઈ માતા, અરજણ અધા કાનગડ, વિ.કે. હુંબલ, ત્રિકમભાઈ માસ્તર (જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ), જીવાભાઈ શેઠ (પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત), કચ્છ મચ્છોયા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રામાભાઈ, બોરીચા સમાજના આણંદાભાઈ નાગા, અધિકારી ભવ્યભાઈ વર્મા (ડી.ડી.ઓ.), નાયબ કલેકટર જાડેજા, મામલતદાર મંડોરી, પીજીવીસીએલના એમ.ડી. ધીમંતકુમાર વ્યાસ, આર.એન.બી. બલદાણીયા, આર.એમ.પી. પંચાયત, ગોર (ડેપ્યુટી ઈજનેર), સૈયદ પીજીવીસીએલ, એસી ગરવા, કાર્યપાલક ઈજનેર કષ્ટા, નાયબ ઈજનેર ગામિત, કાતરીયા (જૂનીયર ઈજનેર), એસ.પી. મયુરભાઈ પાટીલ, ડી.વાય. એસ.પી. વાઘેલા, પી.આઈ. રાણા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા નિતેશભાઈ ડાંગર, ભરત હરી ચાડ, સાગર રાવલ, દિપક માતા, મોહન અરજણ, બાબુ વાસણ માતા, વિક્રમ માતા, જગદીશ ચાડ, શામજીભાઈ માસ્તર, જખરાભાઈ માસ્તર, શામજીભાઈ કેરાસીયા, ભરત વસંત, ગોપાલ એસ. માતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.