સોશિયલ મીડિયા પર મોંઘવારી યુદ્ધ : ભાજપ-કોંગ્રેસ આમને-સામને

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપને ઘરવાનો કોંગ્રેસ એકપણ મોકો નથી છોડી રહી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોંઘવારી મુદ્દે ચૂંટણીની રેલીઓમાં જ નહીં
પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભાજપને ઘેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી ભાજપ પર પ્રહાર કરતા લખ્યું છે કે, મોંઘો ગેસ, મોંઘુ રેશન, બંધ કરો ખોખલા ભાષણ. કિંમત ફિક્સ કરો, કામ આપો નહીં તો ખાલી કરો સિંહાસન.જોકે રાહુલ ગાંધીના આ ટ્‌વીટ ને લઈને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ટ્‌વીટ પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ ટ્‌વીટ કરી લખ્યું છે કે, લૂટયો દેશ, ભ્રષ્ટ હતું શાસન, જનતા પુછે, મૌન હતું શાસન, ન હતું કામ, ન હતુ રાશન, શું શહજાદેનો અધિકાર છે સિંહાસન? આમ હવે ભાજપ અને કોંગ્રેસ બંને સોશિયલ મીડિયા પર પણ આમને સામને આવી ગયા છે.