સોપારી-સોના-સીગારેટ દાણચોરીકાંડમા કચ્છની લોકલ કડી કયારે ખુલશે?

સોપારી-સોના-સીગારેટ સહિતના પ્રકરણોમાં સીએચએ, સર્વેયર કંપનીઓ સહિતના તરીકે કોણ હતા કાર્યરત? કયારે આ તરફ જવાબદારીઓ કરવામા આવશે ફીટ? આ કન્સાઈન્ટમેન્ટ એક જ વખત આવ્યુ અને ઝડપાઈ ગયુ કે આવા કન્સાઈન્ટમેન્ટ અગાઉ પાર પાડી દેવાયા? કેટકેટલા દાણચોરીયુકત જ્થાઓ ભારતમા ઘુસાડી દેવાયા?

 

અમદાવાદના શાહીબાગની વિવિધ સોસાયટીઓના બે મુખ્ય સુત્રધાર સમાન શખ્સો આ સિલસિલાવાર સ્મગલીંગ કાંડમા ઝડપી લેવાયા પરંતુ સ્થાનિકનાઓની મદદ વિના મુંદરાથી કન્સાઈન્ટમેન્ટ કેવી રીતે પાર કરી શકાય? કસ્ટમ, ડીઆરઆઈ સહિતની એજન્સીઓ આ તરફ કયારે ફરમાવશે ગૌર

 

જયા સુંધી કચ્છની અમિત આણી દાણચોર ગેંગને પાંજરા પાછળ નહી પુરવામા આવે ત્યા સુધી આવા દાણચોરીકાંડના પ્રકરણો જળમુળથી અટકાવવા બની રહેશે કપરૂ કામ : અમિતના બંગલાની બહાર આલીશાન ગાડીઓ અને મોડી રાત્રે મળતી મીટીગો પર એજન્સીઓ વોચ ગોઠવે તો પણ આવા પ્રકરણોને અંજામ અપાતા અટકી શકે

 

 

 

સોપારી દાણચોરી પ્રકરણમા બે શખ્સો ધરબોચાયા

મુન્દ્રા :દાણચોરી સહિતની પ્રતિબંધીત વસ્તુઓની આયાત નિકાસ માટે સ્વર્ગ બની ચુકેલા મુંદરા પોર્ટ પરથી તાજેતરમાં ૧ કરોડ ૧૪ લાખની ડ્‌યુટી ચોરીનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો હતો. મુંદરા કસ્ટમની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન બ્રાન્ચ દ્વારા લેન્ડ માર્ગ સીએફએસમાંથી ભંગારના ચાર કન્ટેઈનરોમાં છુપાવેલ સોપારીનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. સાથે જ ૧ કરોડ ૧૪ લાખની ડ્‌યુટી ચોરીનો પર્દાફાશ થયો હતો.  રાધિકા ઈમ્પેકસ નામની પેઢી દ્વારા મંગાવાયેલ ૪ કન્ટેઈનરોમાંથી આ પ્રતિબંધીત સોપારીનો જથ્થો ઝડપી પડાયો હતો. ત્યારે આ ડ્‌યુટી ચોરીના પ્રકરણ અંગે આરોપીઓને કસ્ટમ વિભાગે ઝડપીને આજે ભુજની કોર્ટમાં રજૂ કર્યા હતા. રાધિકા ઈનપેક્સના નામે કંપની ચલાવતા દિપક ઠાકોર અને રામનારાયણ લઢાને આજે ભુજ કોર્ટમાં રજૂ કરાયા હતા. અગાઉ પણ આ આરોપીઓ સામે અનેક કેસો ચાલતા હોવાનું બહાર આવ્યું છે. સોપારી પર ૧૧૪ ટકા ડ્‌યુટી લાગે છે, ત્યારે આ ૧ કરોડ ૧૪ લાખની ડયુટી ચોરી પ્રકરણમાં મુખ્ય ભેજાબાજા સહિત બે આરોપીઓને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્‌યા હતા. મુંદરા પોર્ટ પરથી તાજેતરમાં જ ૨૭ કિલો સોનુ અને દોઢ કરોડની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ સોપારીની ડ્‌યુટી ચોરી કેસમાં ઝડપાયેલા આરોપીઓ સોનાની દાણચોરી અને સિગારેટની દાણચોરી કરનારા આરોપીઓના કૌટુંબિક ભાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આ કેસમાં હજુ પણ અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે.

 

 

ગાંધીધામ : કચ્છના બંદરોને તાર્ગેટ બનાવી અને સ્મગલર્સ તત્વો એક પછી એક વિવિધ કારનામાઓને સમયાંતરે અંજામ આપી રહ્યા હોવાના ઘટનાક્રમો સમયાંતરે બહાર આવી રહ્યા છે. હાલમા પણ અહીના મુંદરા બંદરેથી સોપારી-સોના અને સીગારેટની દાણચોરીના કિસ્સાઓ ઉપરાછાપરી બહાર આવવા પામ્યા હતા અને આ કેસની તપાસ પણ એજન્સીઓ દ્વારા આગળ ધપાવાઈ રહી છે જેમા હાલમા જ બે શખ્સોને સીગારેટ અને સોનાની સાથે સોપારી પ્રકરણમા પણ ઝડપી પાડવા આવ્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. અતિ સંવેદશનશીલ કહી શકાય તેવા સોના, સિગારેટ જેવા ગંભીર સ્મગલીગના કેસોને અંજામ અમદાવાદમા બેઠા બેઠા મુંદરાથી અપાઈ રહ્યા હોયઅ ને ગાંધીધામ-મુંદરા સહિતમા તેઓના કોઈ સ્થાનિક સોર્સ ન હોય તે કેવી રીતે બની શકે?
અમદાવાદના શાહીબાગની વિવિધ સોસાયટીઓના બે મુખ્ય સુત્રધાર સમાન શખ્સો આ સિલસિલાવાર સ્મગલીંગ કાંડમા ઝડપી લેવાયા પરંતુ સ્થાનિકનાઓની મદદ વિના મુંદરાથી કન્સાઈન્ટમેન્ટ કેવી રીતે પાર કરી શકાય? કસ્ટમ, ડીઆરઆઈ સહિતની એજન્સીઓ આ તરફ કયારે ફરમાવશે ગૌર.
જાણકારો દ્વારા અવો પણ ઈશારો કરવામા આવી રહ્યો છે કે, જયા સુંધી કચ્છની અમિત આણી દાણચોર ગેંગને પાંજરા પાછળ નહી પુરવામા આવે ત્યા સુધી આવા દાણચોરીકાંડના પ્રકરણો જળમુળથી અટકાવવા બની રહેશે કપરૂ કામ : અમિતના બંગલાની બહાર આલીશાન ગાડીઓ અને મોડી રાત્રે મળતી મીટીગો પર એજન્સીઓ વોચ ગોઠવે તો પણ આવા પ્રકરણોને અંજામ અપાતા અટકી શકે તેવો ઈશારો પણ જાણકારો કરી રહ્યા છે. સોપારી-સોના-સીગારેટ સહિતના પ્રકરણોમાં સીએચએ, સર્વેયર કંપનીઓ સહિતના તરીકે કોણ હતા કાર્યરત? કયારે આ તરફ જવાબદારીઓ કરવામા આવશે ફીટ? આ કન્સાઈન્ટમેન્ટ એક જ વખત આવ્યુ અને ઝડપાઈ ગયુ કે આવા કન્સાઈન્ટમેન્ટ અગાઉ પાર પાડી દેવાયા? કેટકેટલા દાણચોરીયુકત જ્થાઓ ભારતમા ઘુસાડી દેવાયા? આ તમામ  સવાલો હજુ વણઉકેલાયલા જ સામે આવી રહ્યા છે.