સોપારીની ડ્યુટી તેમજ ક્લિયરીંગના રૂપિયા રર.૮૪ લાખ નહીં ભરીને આચરાઈ ઠગાઈ

સોપારીનો લાખોનો તગડો-મસમોટો જથ્થો ભારતમાં આવ્યો કયાંથી? કયારે આયાત કરાયો ? કચ્છમાં-ગાંધીધામ-કંડલામાં કયા રખાયો? સોપારી આયાત પર તો બેન લાગેલો છે, અમુક ચોકકસ પરવાનગી વિના આયાત કરી શકાતી નથી? તો પછી આયાત કાર ૭૧ લાખની સોપારી લાવ્યા કયાથી ? હકીકતમાં તપાસનીશ પોલીસતંત્રએ આ બાબતે પણ કરવી જોઈએ તપાસ ?

વડોદરાના શખ્સ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો ગુનો : સોપારીના અલગ અલગ નામે ગ્રેડીંગની આડમાં ભેજાબાજો સતત ઝોનમાં સોપારીની કરી રહ્યા છે આયાત અને તેમાં એન્ટી ડમ્પીંગ ડયુટીના આચરાયા છે મોટા કૌભાંડો..! : આ બાબતે ઉંડી તપાસ થાય તો કઈક મોટા ખુલાસાઓ પણ થવા પામી શકે

ગાંધીધામ : અહીંના વેપારી પાસેથી ૧૮ લાખની સોપારી લઈને ડ્યુટી તથા ક્લિયરીંગના રૂપિયા નહીં ભરી રર.૮૪ લાખની વિશ્વાસઘાત છેતરપિંડી આચરાતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરમાં રહેતા દિલીપ ગોવિંદરામ ભાનુશાલીએ વડોદરામાં રહેતા સંજય ગોરધનભાઈ દરજી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ફરિયાદી પાસેથી ૧૮ ટન સોપારી લીધી હતી. અને સોપારી તથા ડ્યુટી અને ક્લિયરીંગના કુલ રૂપિયા ૭૧,૯૮,૮૭૬ માંથી રૂપિયા રર,૮૪, ૮૮૬ નહીં ચુકવીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હતી. ગત રરમી ફેબ્રુઆરીથી ૧૩મી જુલાઈ દરમિયાન આચરાયેલી વિશ્વાસઘાત ઠગાઈ અંગે આરોપી અવાર નવાર ફોન ઉપર તેને કોરોના થઈ ગયો છે. તેમના બાળકો પણ બિમાર હોવાની વાતો કરી લાંબા સમયથી રકમ નહીં ચુકવીને વિશ્વાસઘાત ઠગાઈ આચરતા અંતે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગાંધીધામ એ ડિવિઝન પીએસઆઈ જે.એન. ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે ૫ીએસઆઈ ચાવડાને પુછતા તેઓની બદલી થઈ જતા તપાસ એએસઆઈ ગોપાલભાઈને સોંપી હોવાનું જણાવ્યું હતું.