સોનીયાની ડીનર ડીપ્લોમસી : ૧ તીરથી અનેક નિશાન

સોનીયાની ડીનર ડીપ્લોમસી : ૧૮ વિપક્ષ દળના નેતાઓ જોડાશે : જો કે, સપા, બસપા અને તૃણમુલના પ્રમુખો રહેશે ગેરહાર તો ટીડીપી-ટીઆરએસ દ્વારા
ભણી દેવાયો છે નનૈયો

 

કોંગ્રેસે એક તીરથી બે નિશાન તાંકયા : ભાજપને કડક સંદેશ તથા મમતા-પવારને પણ રાહુલ ગાંધીના નેતૃત્વ મુદે પણ ઈશારો

 

નવી દિલ્હી : દેશભરમાં નરેન્દ્ર મોદી અને ભાજપની વિકાસકુચ પર બ્રેક મારવાની દીશામાં આગામી ચૂંટણી વર્ષ ર૦૧૯માં મોદીને પછાડવા માટે કેન્દ્રમાં હવે વિપક્ષી મોરચાનો તખ્તો ઘડવામા આવી રહ્યો હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. અને તે અંતર્ગત જ કોગ્રેસના સોનીયા ગાંધી દ્વારા ડીનર ડીપ્લોમસીનું આયોજન કર્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
સોનીયા ગાંધીએ મોદીની સામે વિપક્ષને એક કરવાની દીશામાં ડીનર ડીપ્લોમસીનું આયોજન કર્યુ છે અને તે માટે અલગ અલગ ૧૮ જેટલા વિપક્ષી દળોનું તેમને સમર્થન મળી ગયુ છે.
જો કે બીજીતરફ હજુય સપાના અખીલેશ યાદવ, બસપાના માયાવતી, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી તથા એનસીપીના શરદ પવાર સહમતી આપી નથી. આ પક્ષનાપ્રતિનીધીઓ તો મોકલવાની હામી ભરી દીધી છે.સોનીયા ગાંધી ડીનર ડીપ્લોમસીના આયોજનથી એક તીરથી બે નિશાન સાંધી રહ્યા હોવાનુ ચિત્ર રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. એક તો વિપક્ષનું સુકાન તેઓની પાસે જ રહેશે તેવો આડકતરો સંદેશ ભાજપને આપી રહ્યા છે તો બીજો મમતા અને શરદ પવારને પણ સંકેત કરી રહ્યા છે કે, ત્રીજા મોરચાનુ તેઓ સમર્થન નહી કરે. જો કે તમામ પક્ષોએ મોદી-ભાજપ સામે એક થવુ હવે જરૂરી છે પરંતુ તેવામાં ત્રીજા મોરચાનુ ડીનર ડીપ્લોમસીમાં હાજર ન રહેવુ મુશ્કેલ રૂપ જ બની રહે તેમ છે. બીજીતરફ મમતા અને શરદ પવારને રાહુલ ગાંધીના નેતૃત્વ પર શંકા છે માટે જ સોનીયાએ ડીનર ડીપ્લોમસીનું સુકાન પોતા પાસે જ રાખ્યુ છે. અહી પડરકાર રૂપ વાત તો એ પણ સામે આવી છે કે કોંરેસને અન્ય એવા ટીડીપી અને ટીઆરએસ દ્વારા પણ ડીનરમાં સામેલ થવા પર નનૈયો ભણી દેવામા આવ્યો છે.