સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, બે મહિનામાં ૪,૦૦૦નો વધારો

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. જો છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો સોનાની કિંમતમાં ચાર હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરીમાં સોનાની કિંમત ૪૫,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. હાલ સોનાની કિંમત ૪૮,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. છેલ્લા બે દિવસમાં ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે. આથી જો તમે સોનાની ખરીદી (મ્ેઅ ર્ખ્તઙ્મઙ્ઘ) કરવા માંગો છો તો ભાવ જાણવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, ૨૦૨૦માં સોનું તેની ઑલટાઉમ હાઇ ૫૬,૨૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યું હતું. સરાફ બજારમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સ્ઝ્રઠ પર સોના વાયદમાં ૦.૦૪% ઘટાડો નોંધાયો છે. સોનાનો નવો ભાવ ૪૮,૨૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યો છે.