સેહવાગ અને સરદાર સિંઘનો નેશનલ સ્પોટ્‌ર્સ એવોર્ડ સમિતિમાં સમાવેશ કરાયો

0

ન્યુ દિલ્હી,કેન્દ્રિય રમત મંત્રાલયે નેશનલ સ્પોટ્‌ર્સ એવોર્ડ ૨૦૨૦ માટે એક પસંદગી સમિતિની રચના કરી હતી જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ અને ભૂતપૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કરાયેલી જાહેરાત મુજબ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુંદમ શર્મા આ સમિતિના ચેરમેન રહેશે.
સમિતિના સભ્યોમાં સેહવાગ (ક્રિકેટ), સરદાર (હોકી), મોનાલિસા બરુઆ મહેતા (ટેબલ ટેનિસ), દીપા મલિક (પેરા એથ્લેટિક્સ) અને વેંકટેશન દેવરાજન (બોક્સિંગ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત સ્પોટ્‌ર્સ કોમેન્ટેટર મનીષ બટાવિયા, રમતગમત પત્રકાર આલોક સિંહા અને નીરુ ભાટિયા પણ સમિતિમાં રહેશે. રમત મંત્રાલયના સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન, રમત વિભાગના જોઇન્ટ સેક્રેટરી એલ. એસ. સિંઘ અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (ટોપ્સ) યોજનાના સીઇઓ રાજેશ રાજાગોપલાન પણ સમિતિમાં રહેશે.
દ્રોણાચાર્ય એવોર્ડ માટે અધ્યક્ષમાં એવા બે વધારાના સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જેમને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ સમિતિ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના વિજેતાઓની પસંદગી કરશે. આ પુરસ્કાર ૨૯મી ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસે સ્પોટ્‌ર્સ ડેના પ્રસંગે આપવામાં આવે છે.